- ફુલડોલ ઉત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર પંડયાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે હોળીના તહેવાર ડરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ તકે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં યાત્રિકો/ પદ યાત્રિકો દ્વારકા મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રિકોની સુરક્ષા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય અને સલામતીની તકેદારી રાખવી જરૂરી છે.
ઉપરાંત ફૂલડોલ ઉત્સવ અંગે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી સુચારુ વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક સમીર શારડા, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.