દ્વારકાધીશના પટ્ટરાણીવાસમાં બિરાજતાં બાળ સ્વરૂપ એવા ગોપાલજી મહારાજ સમી પૂજન કરવા વિજયા દશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી બેન્ડવાજાની સુરાવલીઓ સાથે નીકળેલ ત્યારે  પરંપરાગત રીતે જગત મંદિરના મુખ્ય દ્વાર પાસે પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગોપાલજીની પાલખીયાત્રા પૂજન સામગ્રી સાથે જગન્નાથ મંદિરે (ખારા હનુમાન) પુજન કરવા જવા માટે પ્રસ્થાન કરેલ.

રાજાધિરાજ દ્વારકાધીશને શસ્ત્રોનો શણગાર

દ્વારકાધીશ જગતમંદિરમાં નક્ષત્ર અનુસાર દશેરા પર્વની ઉજવણીમાં દ્વારકાના રાજાધિરાજ દ્વારકાધીશને શસ્ત્રોથી સજજ સ્વરુપમાં વિશિષ્ટ શુંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. જગતમંદિરના પૂજારી પ્રણવભાઇના જણાવ્યાનુસાર વિશેષ દિવસોમાં ઠાકોરજીને જડાવી ધારણ કરવામાં આવે છે. જેમાં ઠાકોરજી શંખ, ચક્ર, ગદા તથા પહ્મ ધારણ કર છે. દશેરામાં ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્રનું પુજન કરાતું હોય રાજાધિરાજ પણ દ્વારકાના રાજા હોય વિશેષ વસ્ત્ર પરિધાન અને તલવાર તથા ઢાલ ધારણ કરાવવામાં આવ્યા હતા. ઠાકોરજીના દિવ્ય શુંગાર દર્શન મનોરથનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઇનના વિવિધ માઘ્યમોથી પણ બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

ધંધામાં બરકત માટે વેપારીઓ દ્વારા સમી પુજન

શાસ્ત્રોકત કથન મુજબ જયારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિતના પ્રતિકો છે. તેને કયાં રાખવા એ સમસ્યા હતી, કારણ કે શકિત મન પડે તેમ ન રાખી શકાય. એટલા માટે શ્રી દ્વારકાધીશજીએ પાંડવોને આજ્ઞા કરી કે આપ સમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો,  જેના કારણે આપની શકિતની વૃઘ્ધિ થશે એજ પરંપરા પ્રમાણે આપણે સૌ આપણી શકિત, વ્યાપાર વગેરે સમીને સોંપી તેમને વધારી સશકત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો આપણે આપણી બધી શકિતઓ વધારે સમૃઘ્ધ થશે એવું મહાભારતનું કથન છે. વિજયા દશમીના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જોડાયા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.