શહેરમાં પરિભ્રમણ કરતા યાત્રિકોની સુરક્ષા માટે મોટર સાઈકલની ફાળવણી

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરનું આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે દેવસ્થાન સમિતિ દ્વારા પુરાંતલક્ષી બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના તેમજ ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીની ઉપસ્થિતિમાં યોજેલ બજેટ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રૂ.૩,૫૯,૪૦,૦૦૦ની વાર્ષિક અંદાજિત આવક તથા રૂ.૧,૯૬,૬૬,૦૦૦ના અંદાજિત ખર્ચ સાથેનું પુરાંતલક્ષી બજેટ રજુ કરાયું હતું. જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ડો.મીનાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બજેટ બેઠકમાં ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી, સભ્ય પરેશભાઈ ઝાખરીયા, સુભાષભાઈ ભાયાણી, પુજારી પરિવારના પ્રતિનિધિ મુરલીભાઈ ઠાકર, મૌલેષભાઈ, વહિવટદાર દર્શન વિઠલાણી, હરીભાઈ આધુનિક વગેરેની ઉપસ્થિતિમાં બજેટને સર્વાનુમતે મંજુર કરાયું હતું. બજેટમાં યાત્રિકોની સુવિધા પર ખાસ ભાર મુકાયો હતો અને મંદિર પરિસરમાં વર્ષો જુના ભોગ ભંડારાનું રીલાયન્સ કાૃં. દ્વારા સી.એસ.આર ફંડમાંથી નવનિર્માણ કરવામાં આવનાર હોવાની ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ જાહેરાત કરી હતી.

આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ પાસે બિનઉપયોગી સોના તથા ચાંદીના જથ્થાને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પ્રેસીયસ મટલ ડીયા. મુંબઈ મારફત ગોલ્ડ બોન્ડ સીસ્ટમમાં અલગ વર્ષની મુદતમાં વ્યાજદરે મુકવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.