જામ સલાયા માં પીવા ના પાણી નું અનિયમિત વિતરણ બાબત આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ તેમજ સલાયા શહેર ની ટીમ દ્વારા આશ્ચર્ય જનક (માટલા ઊંધા રાખીને ) નવતર કાર્યક્રમ કરવામાં આવ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા નું જામ સલાયા ઈતિહાસિક બંદર તરીકે વિખ્યાત છે, સલાયા દેશી વહાણવટા અને માછીમારી માટે સુપ્રસદ્ધિ નામ છે,સલાયા ની 60 હાજર જેવી વસ્તી જયારે 20 20 દિવસ સુધી પાણી ની રાહ જોતી હોઈ, તો આનાથી મોટું તંત્ર માટે એક પણ શરમ જનક બાબત ના હોય તેવું લાગે છે, જયારે સરકાર મોટા મોટા દાવાઓ કરીને “હર નલ સે જલ” યોજના નું મોટા મોટા પ્રચાર કરતા હોય, ત્યારે સલાયા ની જનતા 20 દિવસ સુધી પાણી માટે ટળવળતી હોય,
ના ઉંધા માટલા રાખી ને તંત્ર ની આંખ ઉઘાડવા નો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો, ગુજરાત ની બધી જ નગરપાલિકાઓ માં એકાંતરે પાણી વિતરણ થતું હોય તો સલાયા ગ્રામ જનો નો વાંક શું? સલાયા માં 20 દિવસે પાણી આવતું ત્યારે ગરીબ લોકો ને પાણી સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોય તેમજ પાણી પણ તેટલું ના આવતું જે 20 દિવસ સુધી ચાલે, આ પાણી ની વિકટ પરિસ્થિતિ વિશે સલાયા ની જનતા એ આમ આદમી પાર્ટી ને જણાવેલ છે, આ પ્રશ્ન બાબતે યોગ્ય ન્યાય મળે અને પાણી ની સમસ્યા વહેલી તકે દૂર થાય તે રીતે આયોજન કરી ને આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી રજુઆત આમ આદમી ના પ્રમુખ આમીનભાઈ સુભણીયા, સાથે અનવરભાઈ ભાયા, નજીરભાઈ સુંભણીયા, હારૂનભાઇ સંઘાર, જુનસભાઈ ભગાડ, સબીરભાઈ ભોકલ, ઉમરભાઈ સુંભણીયા, સબીરભાઈ કઠિયારા વિગેરે હોદેદારો જોડાયા હતા અને સલાયા ના આમ આદમી પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તાઓ એ રજુઆત કરી હતી, આ પાણી ના વિકટ પ્રશ્ન બાબતે મહિલાઓ ઉંધા બેડા લઈ ને પાલિકા એ પહોંચી હતી અને તંત્ર સમક્ષ રજુઆત કરી હતી, આ તકે લોકસભા ઉપાધ્યક્ષ કે જે ગઢવી, દેવુભાઈ ગઢવી, રામભાઈ જોગાણી વિગેરે જિલ્લા ના હોદેદારો પણ જોડાયા હતા.