કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારકા જે ચાર ધામ પૈકીનું એક યાત્રાધામ છે તથા રોજ હજારો પ્રવાસીઓ આવતા ધંધા રોજગારની તકો વધતી હોય તેમાં ઉમેરો કરવા માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા બેટ દ્વારકા કોરિડોર યોજના જાહેર થઈ છે. જેનું પ્રારંભિક કાર્ય પણ શરૂ થઇ ગયું છે. તથા તાજેતરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારકા જિલ્લામાં દ્વારકા ઉપરાંત અન્ય દર્શનીય પ્રાચીન સ્થળોના વિકાસ માટે આયોજન કરીને રોજના એક લાખ લોકો અહીં મુલાકાત લે તેવું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારની સ્પેશ્યલ યોજના સ્વદેશ દર્શન યોજના ૨.૦માં દ્વારકા તથા ધોળાવીરાનો સમાવેશ થયો છે.
કેન્દ્ર સરકારની સ્પેશ્યલ યોજના સ્વદેશ દર્શન યોજના ૨.૦માં દ્વારકા તથા ધોળાવીરાનો સમાવેશ થયો છે
સ્વદેશ દર્શન યોજનાએ 2015થી 2022 સુધી હતી જેમાં યોજના 1.0 પૂર્ણ થઈ ગઈ જેમાં 16 પર્યટન સ્થળોને કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરાયા હતા. તથા પર્યટન સ્થળોના વિકાસ સાથે સ્થાનિક રોજગારી, ધંધા વિકાસ, સાથોસાથ સ્વચ્છ ભારત અભિયાન, સ્કિલ ઇન્ડિયા મેઈક ઇન ઇન્ડિયા વી. યોજનાઓને પણ અહીં લાગુ પાડવામાં આવશે.
દ્વારકામાં આ સ્વદેશ દર્શન યોજનામાં દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા તથા દ્વારકા સી ફ્રન્ટ ડેવલપમેન્ટ તથા દ્વારકા બેટમાં સાંસ્કૃતિક તથા ઇકો ટુરિઝમ પ્રવૃત્તિઓના કામો થશે. જેમાં દ્વારકા તથા બેટ દ્વારકાના સ્થળો સાથે દ્વારકા સન સેટ પોઇન્ટ મહત્વના મંદિરો તથા તળાવોનો પણ સમાવેશ થશે જેનો પ્રારંભિક માસ્ટર પ્લાન પણ તૈયાર થયો છે.