-
શ્રીજીના દર્શન સમયમાં નોંધાયો જરૂરી ફેરફાર
આગામી તા.ર૬-૦૮-૨૦ર૪ ને સોમવારના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના પરપ૧ માં જન્મોત્સવની પરંપરાગત ઊજવણી કરવામાં આવનાર હોય મંદિર વહીવટદારની યાદી અનુસાર શ્રીજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. સર્વે વૈષ્ણવ ભાવિકોને ઠાકોરજીના દર્શન સમય સારણી અનુસાર દર્શન કરવા અનુરોધ કરાયો છે.
જન્માષ્ટમી :
તા.ર૬ ઓગષ્ટ ને સોમવારે જન્માષ્ટમીના દિને શ્રીજીની મંગલા આરતી સવારે 6 કલાકે, મંગલા દર્શન સવારે 8 વાગ્યા સુધી, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન તથા અભિષેક દર્શન સવારે 8 કલાકથી, શ્રીજીને સ્નાન ભોગ સવારે 10કલાકે (દર્શન બંધ), શ્રીજીને શૃંગાર ભોગ સવારે 10:30 કલાકે (દર્શન બંધ), શ્રીજીની શૃંગાર આરતી સવારે 11કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ સવારે 11:15 કલાકે (દર્શન બંધ), શ્રીજીને રાજભોગ બપોરે 12કલાકે (દર્શન બંધ), અનોસર (મંદિર બંધ) બપોરે 1થી 5 સુધી રહેશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે, ઉત્થાપન ભોગ 5:30 થી 5:45 (દર્શન બંધ), સંધ્યા ભોગ સાંજે 7:15 થી 7:30 સુધી (દર્શન બંધ), સંધ્યા આરતી 7:30 કલાકે, શયન ભોગ રાત્રે 8 થી 8:10 સુધી (દર્શન બંધ), શયન આરતી8:30 કલાકે, શયન અનોસર (દર્શન બંધ) રાત્રે 9 કલાકે થશે.
જન્મોત્સવ :
તા.ર૬મી ઓગષ્ટના રાત્રે 12કલાકે શ્રીજીની જન્મોત્સવ આરતી યોજાશે. બાદ 2:30 સુધી જન્મોત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. રાત્રે 2:30 કલાકે શ્રીજી શયન (દર્શન બંધ) થશે.
પારણા નૌમ :
તા.27મી ઓગષ્ટને મંગળવારના રોજ પારણા નૌમ નિમિત્તે શ્રીજીને પારણા ઉત્સવ દર્શન સવારે 7 કલાકે, અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે થશે. સવારે 10:30 થી સાંજે 5 સુધી દર્શન બંધ રહેશે. સાંજે ઉત્થાપન દર્શન 5 કલાકથી 6 વાગ્યા સુધી, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા સાંજે 6 થી 7 સુધી, શ્રીજીના સંધ્યા દર્શન સાંજે 7 થી 7:30 સુધી, સંધ્યા આરતી સાંજે 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ રાત્રે 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી રાત્રે 6:30 કલાકે તેમજ શ્રીજીના શયન રાત્રે 9:30 કલાકે યોજાશે.