સ્વ. વીરમભા આશાભા માણેક પરિવાર દ્વારા ૧૩૯ નવદંપતિ પ્રભુતામાં પગલા પડાશે
ઓખા મંડળના દાનવીર પરિવારો પૈકીના પ્રમુખ ગણાતા સ્વ. વીરમભા આશાભા માણેક પરિવાર દ્વારા દ્વારકા ખાતે આગામી તા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૯ ને રવિવારના રોજ સમસ્ત ક્ષત્રીય વાધેર સમાજના ૧૯માં સમુહલગ્નોત્સવ યોજાશે. મહાવદ ૭ને સોમવારના દ્વારકાના સનાતન સેવા મંડલ ખાતે યોજાનાર સમુહ લગ્નોત્સવમાં ક્ષત્રીય વાધેર સમાજના ૧૩૯ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
જેમને આશીર્વાદ આપવા શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વીજી મહારાજ, મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ પૂ.મા શ્રી કનકેશ્વરીજી, બ્રહ્માનંદધામના મુકતાનંદજી બાપુ, સ્વામીનારાયણ મંદીરના કોઠારીસ્વામી, સનાતન સેવા મંડલના કેશવાનંદજી બાપુ, સહીત રાજયભરમાંથી સાધુ સંતો, સામાજીક તેમજ રાજકીય અગ્રણીઓ ઉ૫સ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપશે. સમગ્ર આયોજન ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
સમુહલગ્નોત્સવમાં વરરાજાના તોરણો સવારે સાત કલાકે હસ્તમેળાપ સવારે ૧૦.૩૦ કલાકે મંગલ ફેરા સવારે ૧૧ કલાકે સમુહ ભોજન બપોરે ૧ થી ૩ કલાક સુધી તેમજ સમુહ દાંડીયા રાસ બપોરે ૩ કલાકે તેમજ જાનવિદાય સાંજે ૪ કલાકે યોજનાર છે.