દ્વારકાના સ્વામિનારાયણ ભકિતધામ ખાતે ગઈકાલથી સદગુરુ સ્મૃતિ વંદના મહોત્સવ એવમ શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થયો છે. દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમ ખાતે યોજાઈ રહેલ આ દિવ્ય મનોરથમાં વ્યાસપીઠ પરથી વકતા દ્વારકાના સ્વામી સરજુદાસજી સુમધુર રચનાત્મક શૈલીમાં સંગીતસભર કથાઅમૃતનું રસપાન ઉપસ્થિત હરિભકતોને કરાવી રહ્યા છે. આ દિવ્ય પ્રસંગોનો બહોળી સંખ્યામાં હરિભકતો કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે. આ સાથે હરિભકતોને રહેવા માટેનું સુવિધાયુકત સ.ગુ.ગોપાળાનંદજી સ્વામી યાત્રીક ભવનનું ઉદઘાટન, બ્રહ્મ ભોજન તેમજ મહાવિષ્ણુયાગ, યજ્ઞવિધિના આચાર્યપદે વેદપુરુષ ધીરેનભાઈ ભટ્ટ (નડીયાદ) આદિવિપ્રો વેદોકત વિધિથી કરાવી રહ્યા છે. કથાવાર્તા, યજ્ઞદર્શન તેમજ આચાર્ય મહારાજ તેમજ સંતગણોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં હરિભકતો એક સપ્તાહ સુધી ઉપસ્થિત રહેનાર છે. આ સમારોહ તા.૨૪ થી તા.૩૦ દરમ્યાન યોજાનાર છે
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો