શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનો લાભ લેતા ભાવિકો: સંતોની પધરામણી
દ્વારકાના સ્વામિનારાયણ ભકિતધામ ખાતે શ્રી સદગુરુ સ્મૃતિ વંદના મહોત્સવ એવમ શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થયો છે. દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે યોજાઈ રહેલ આ દિવ્ય મનોરથમાં વ્યાસપીઠ પરથી વકતા દ્વારકાના સ્વામીશ્રી સરજુદાસજી સુમધુર રચનાત્મક શૈલીમાં સંગીત સભર કથા અમૃતનું રસપાન ઉપસ્થિત હરિભકતોને કરાવી રહ્યા છે. આ સાથે હરિભકતોને રહેવા માટેનું સુવિધાયુકત સ.ગુ.ગોપાળાનંદજી સ્વામી યાત્રિક ભુવનનું ઉદઘાટન, બ્રહ્મ ભોજન તેમજ મહાવિષ્ણુયાગ, યજ્ઞવિધિના આચાર્યપદે વેદપુરુષ ધીરેનભાઈ ભટ્ટ (નડીયાદ) આદિવિપ્રો વેદોકત વિધિથી કરાવી રહ્યા છે. આ ગુરુવંદના મહોત્સવમાં જુનાગઢ, વડતાલ, ગઢડા, ધોલેરા, અમદાવાદ, ભુજ, મુળી, જેતલપુર વિગેરે ધામોમાંથી સંતો તેમજ સંખ્યોગી બહેનો પધાર્યા છે. કથાવાર્તા, યજ્ઞદર્શન તેમજ આચાર્ય મહારાજ તેમજ સંતગણોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં હરિભકતો એક સપ્તાહ સુધી ઉપસ્થિત રહેનાર છે. આજે વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદજી પધારશે.
આ દિવ્ય મહોત્સવમાં આજ તા.૨૪ના પોથીયાત્રા યોજાયા બાદ આજે ધનશ્યામ પ્રાગટયોત્સવ સાંજે ૬:૦૦ કલાકે, બાલચરિત્ર તથા અયોઘ્યા ગમત તા.૨૬મીએ, પટ્ટા અભિષેક તા.૨૭મીએ, ગઢપુર આગમન તા.૨૮મીએ, અન્નકુટ મહોત્સવ તા.૨૮મીએ, શાકોત્સવ, રાસોત્સવ તા.૨૯મીએ તેમજ મહોત્સવની પૂર્ણાહુતિ તા.૩૦મીએ થનાર છે. આ પ્રસંગે યોજાનાર મહાવિષ્ણુયાગ તા.૨૯મીએ પ્રારંભ થઈ તા.૩૦મીએ પૂર્ણ થશે. મહોત્સવ દરમ્યાન સભા સંચાલક કો.શા.સ્વા.સુર્યપ્રકાશદાસજી, શા.સ્વા.પ્રેમસ્વરૂપદાસજી તેમજ શા.સ્વા.મહંત વાસુદેવચરણદાસજી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ દિવ્ય મહોત્સવમાં અમૃતસરથી મહંત પરમાનંદજી મહારાજ, પંજાબના મહંત રંદ્રદાસજી મહારાજ, મુંબઈના મહંત ગૌરીશંકરદાસજી તેમજ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક, તા.પં.પ્રમુખ લુણાભા સુમણીયા, ગાંધીનગરના હરિચંદ્રસિંહ વાળા, રાજકોટના ડો.કોરવડીયા, ડો.અશ્વીનભાઈ લીંબાસીયા, ડો.ધીરેનભાઈ તન્ના, જુનાગઢના ડીવાયએસપી મહાવિરસિંહજી રાણા તેમો મેહુલભાઈ સોજીત્રા, ડો. શૈલેષ જાદવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજન શ્રી સ્વામિનારાયણ ભકિતધામ દ્વારકાના કો. સ્વા. બળદેવપ્રસાદદાસજી, શા.સ્વા. ચંદ્રપ્રસાદદાસજી, સ્વામી ધનશ્યામ પ્રિયદાસજી, શા.સ્વા. સરજુદાસજી, શા.સ્વા. માધવપ્રસાદદાસજી, સ્વા. દેવપ્રસાદદાસજી, સ્વા. વિષ્ણુવલ્લભદાસજી તેમજ પાર્ષદ ભાવેશ ભગતના અથાગ પ્રયત્નોથી ચલાવવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે જુનાગઢના શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતમંડળના કો.સ્વા.બળદેવ પ્રસાદદાસજી, ભં. સ્વા.દેવપ્રસાદદાસજી, કો. સ્વા.નારાયણસ્વ‚પદાસજી, શા.સ્વા.જયસ્વરૂપદાસજી, શા.સ્વા.માધવપ્રસાદદાસજી, શા.સ્વા.સરજુદાસજી, શા.સ્વા.કે.એન.શાસ્ત્રીજી, શા.સ્વા.ચંદ્રપ્રસાદદાસજી, પાર્ષદ મોહન ભગત તેમજ પાર્ષદ ભાવેશ ભગત વિગેરે પણ ઉપસ્થિત રહી સેવા આપી રહ્યા છે. વલ્લભસ્વામી (સાળંગપુર), દેવાનંદન સ્વામી (જુનાગઢ), જ્ઞાનસ્વરૂપસ્વામી (ભુજ), વિજયપ્રકાશસ્વામી (રાજસ્થાન), રામકૃષ્ણસ્વામી (વડીયા) પધાર્યા હતા.