નૂતન સ્વામીનારાયણ આશ્રમની શિલાન્યાસ વિધિ થશે: મહોત્સવ દરમિયાન અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
દ્વારકાના સ્વામીનારાયણ આશ્રમ ખાતે સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદજીની સ્મૃતિ પ્રસંગે કોઠારી સ્વામી ગોવિંદપ્રસાદજી (દ્વારકા) ને પ્રેરણાથી સ્મૃતિવંદના મહોત્સવ એવમ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ પ્રસંગે નૂતન સ્વામીનારાયણ આશ્રમની શિલાન્યાસ વિધિ પણ થનાર છે. દ્વારકાના નાગેશ્ર્વર રોડ પર આવેલ સ્વામીનારાયણ આશ્રમ ખાતે આવેલ આગામી તા. ૧મી જાન્યુઆરી ૨૦૧૯ થી ૧૬મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી સદગુરુ સ્મૃતિ વંદન મહોત્સવ એવમ નૂતનશ્રી સ્વામીનારાયણ આશ્રમના શિલાન્યાસ વિધિ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યોજાનાર આ દિવ્ય મનોરથમાં વ્યાસપીઠ પરથી વકતા સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી (દ્વારકા) તેમજ સ્વામી જયેન્દ્રપ્રસાદજી (દ્વારકા) દ્વારા કથાનું રસપાન કરાવશે જેમાં બહોળી સંખ્યામાં હરિભકતો
કથાશ્રવણનો લાભ લેશે. આ દિવ્ય મહોત્સવમાં જામનગર આણદાબાવા આશ્રમના મહંત દેવીપ્રસાદજી, તોરણીયાના સંત ધર્મભૂષણ રાજેન્દ્રબાપુ, ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિજી મહારાજ, લીબડીના મહંત લલિતિ(શોરદાસજી, સનાતન સેવા મંડલ દ્વારકાના કેશવાનંદજી, બજરંગદાસ બાપા આશ્રમ દ્વારકાના મહંતબાપુ, ભારત સેવાશ્રમ દ્વારકાના મહંત શ્યામાનંદજી સહિતના ધાર્મિક અગ્રણીઓ તેમજ સામાજીક સંસ્થાઓ સહિતના સ્થાનીક અગ્રણીઓ ઉ૫સ્થિત રહેનાર છે. સમગ્ર આયોજન કો.સ્વામી ગોવિંદસ્વામીજી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના હરિભકતો ઉમટી પડશે. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં દ્વારકાના દિપુ ભગત, પિયુષ પટેલ તેમજ તુષાર પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.દ્વારકામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી તરીકે લગભગ ત્રણ દાયકા સુધી સેવા સ્વામી ગોવિંદસ્વામીએ આપી છે. જે દરમ્યાન તેમણે દ્વારકાના સામાજીક, શૈક્ષણિક તેમજ ધાર્મિક વિકાસ કાર્યો તેમજ વિશેષ આયોજનોમાં સતત સક્રિયપણે યોગદાન પ્રદાન કરી દ્વારકાના સર્વાગી વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. હાલમાં તેઓ જામનગર ખાતે ગુરુકુલ તેમજ કોલેજ પણ શરુ કરી હોય હાલારના વિઘાર્થીઓને ઉચ્ચશિક્ષાની સેવા આપી રહ્યા છે.
દ્વારકા ખાતે યોજાનાર મહોત્સવમાં તા.૧૦મી
જાન્યુ.એ સવારે ૯ કલાકે પોથીયાત્રા તેમજ દ્વારકાધીશજી મંદિરના શિખર પર નૂતન
ઘ્વજારોહણ તેમજ દિપપ્રાગટય થશે. તા.૧રમીએ સવારે ૭ વાગ્યે મહાપૂજા, ૯ વાગ્યાથી આયુર્વેદિક કેમ્પ તેમજ બપોરે મહિલા મંચની ૧ થી ૩
સુધી યોજાનાર છે. તા.૧૩મીએ સવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તેમજ ભાગવત સપ્તાહમા
બપોરે ૧ર કલાકે રામ જન્મ તેમજ સાંજે ૫ કલાકે કૃષ્ણજન્મનો પ્રસંગ યોજાશે. તા.૧૪મીએ
સાંજે પ કલાકે મહારાજશ્રીનું આગમન તેમજ કરુણના સાગર પુસ્તકના વિમોચન વિધિ થશે.
તા.૧૬મીએ નૂતન સ્વામીનારાયણ આશ્રમના શિલાન્યાસ વિધિ આચાર્ય રાકેશપ્રસાદથી મહારાજ
તેમજ સંગગણોની ઉ૫સ્થિતિમાં સવારે ૯ કલાકે થશે. તા.૧૧મી ૧પ સુધી દરરોજ રાત્રે વિશેષ
સંગીત, ધુન, કીર્તનના પણ આયોજનો કરાયા છે. તા. ર૧મી થી ર૭ સુધી યોજાનાર
પ્રસંગોનું સવારે ૯ થી ૧ર તેમજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી સદવિઘા ચેનલમાં લાઇવ
ટેલીકાસ્ટ પણ કરવામાં આવનાર છે.