સંચાલકના ભત્રીજાને માર મારી રૂા.5 હજાર દર માસે માંગ કરી‘તી: એસ.પી.નિતેશ પાંડેએ ગણતરીના કલાકોમાં ઝડપી લીધો
દેવભૂમિ દ્વારકાના દેવભુવન રોડ પર આવેલા રામધુન મંદિર પાસે શ્રીરામ ભવન ગેસ્ટ હાઉસના સંચાલકના ભત્રીજાને માર મારી દર માસે રૂા.5 હજારની ખંડણી માંગનાર નામચીન શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વધુ વિગત મુજબ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં રહેતા અને શ્રીરામ ભવન ગેસ્ટ હાઉસ ચલાવતા ફેનિલભાઇ પરેશભાઇ સામાણી નામના સંચાલકે દીપકભા બુધાભા માણેક નામના શખ્સ ધસી આવી ભત્રીજો યુગ પિયુષ સામાણીને મારમારી દર માસે 5 હજારની ખંડણીની વસુલવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
દ્વારકાના વેપારીની હોટલ પર જઇ વેપારીના પુત્રને મનફાવે તેમ ભુંડી ગાળો આપી દર મહીને રૂા.5000/- ખંડણીની માંગણી કરી ટાટીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ દીપકભા બુધાભા માણેકની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર ગુનો દાખલ કરવાની પ્રક્રીયા એસ.પી. દેવભુમી દ્વારકા નીતીશ પાંડે રાહબારી હેઠળ દ્વારકા પોલીસ સ્ટેશન પી.આઇ. જે.જે.ચૌહાણ, પી.એસ.આઇ. બારસીયા તથા સમગ્ર દ્વારકા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી જે કામગીરી સમગ્ર દ્વારકાવાસીઓ દ્વારા બીરદાવવામાં આવી રહી છે.