માધવપુર ગ્રામપંચાયત દ્વારા સ્પર્ધકોનું કરાયું બહુમાન
અબતક, રાજકોટ
ભારતમાં પહેલીવાર દ્વારકા (કૃષ્ણનગરી)થી સોમનાથ (શિવનગરી) એરેબિયન સાગરમાં સમદ્ર તરણ તથા ક્યાકીંગ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રમત ગમતના માધ્યમથી સશક્ત રાષ્ટ્રના નિર્માણની કલ્પના છે. જે સાકાર કરવા માટે બાળકો સાહસિક નીડર અને ચરિત્રવાન બને તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
તા. 02-03 ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજ નવીબંદર પર સવારે 7 વાગ્યે યોગા અને સૂર્ય નમસ્કાર કરી અને લગભગ સવારે 8 વાગ્યે નવીબંદર ખાતે થી સરપંચ સુમિતભાઈ કાણકિયા તથા ગામના લોકો દ્વારા ભાવપૂર્વક વિદાય આપેલ હતી અને અંદાજે 27 કિલોમીટર સ્વીમીંગ કરી ઉપરોક્ત સ્વીમર માધવપુર ખાતે સાંજે 4:30 કલાકે પૂર્ણ કરેલ સાથે માધવપુરના સરપંચ ભનુભાઈ લખુભાઈ ભુવા અને સાથે ગ્રામ પંચાયતના સભ્યો સાથે મળી બાળકોને બિરદાવી અને હાર પહેરાવી સ્વાગત કરે. આમ આજના દિવસે કુલ 7.30 કલાક જેટલું સતત સ્વીમીંગ કરેલ અને આજના દિવસે સુધીનું અંદાજે કુલ 162 કિલોમીટર જેટલું કરેલ હતું. આવતીકાલે સવારે માધવપુર થી સ્વીમીંગ ચાલુ કરી અંદાજે 20 કિલોમીટર જેટલું સ્વીમીંગ કરશે.
આ સાથે માધવપુર લોહાણા મહાજનની વાડીમાધવપુર ખાતે સરસ રહેવાની વ્યવસ્થા કરી આપેલ તેમજ બાળકોનું સ્વાગત કરી ભવિષ્યમાં આથી વધારે સાહસ કરવા પ્રેરિત કરેલ અને આશીર્વાદ પાઠવેલ હતા.