- દ્વારકામાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઠાકોરજીને ખુલ્લાં પડદે અભિષેક
- કેસરીયા વાઘા – સોના-ચાંદીના આભુષણો સાથેનો શૃંગાર
- રાત્રે 12ના ટકોરે છડી પોકારી નંદોત્સવ
આજે શ્રાવણ વદ અષ્ટમીના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ” ની પરંપરાગત રીતે ઊજવણી કરાશે. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ હોય ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં તહેવારોનો માહોલ જામ્યો છે અને સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. મંદિરના પ્રણવભાઈ પૂજારી તથા નેતાજી પૂજારીના જણાવ્યાનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાનનો જન્મોત્સવ હોય દ્વારકાધીશના નિત્યક્રમ સામાન્ય દિવસોથી વિશેષ આયોજનો સાથેનો હોય છે.
સવારે 6 વાગ્યે મંગલા આરતી, 8 વાગ્યે અભિષેક પૂજા – ખુલ્લાં પડદે સ્નાન
જાવસાષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે ઠાકોરજીએ વિશ્વ મંદિર ખૂલતાં જ સૌપ્રથમ દાતણ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ ઠાકોરજીને માખણ મીસરીની મંગલ ભોગ ધરાવવામાં આવે છે. મંગલા ભોગ અર્પણ કહ્યા બાદ મંગલા આરતી કરવામાં આવે છે. મંગલા આરતી પછી સવારે 100 પાણી ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવે છે. સદીઓથી પરંપરા મુજબ જન્માષ્ટમી અને જલજાત્રાળા જ દિવસે કાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે જેનો લાભ ભાવિકોને થાય છે. જેમાં ઠાકોરજીને મંદિરની ૌશાળાસની ગાયોનું ૧૧ લીટર દૂધ થી અભિષેક થાય છે. શ્રીસુક્તમ્ તથા પુરયુક્તના વૈદિકત્રીના પાંડના ઉચ્ચારણ સાથે દહીં, ઘી, કેટર, ગંગાજળ, ઋતુફળ વિવિધ દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે.
ઠાકોરજીનો વિશેષ શૃંગાર
અભિષેક પૂજા પછી ઠાકોરજીનો શૃંગાર કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન દિવસ ઠાકોરજીના વાઘા પહેરાવાય પરંતુ જાસાફ્ટમીએ સવિશેષ ઉત્સવ હોય આ દિવસે દારજીને કેસરી રંગના વાઘા જ પહેરાવાય છે. જેમાં પહેલા બગવાને સિલ્કનું પિતાંબર પહેરાવાય છે. તેના પર કલાત્મક રીતે તૈયાર કરાવાયેલા પાયજામો પહેરાવાય છે. સાથોસાથે વિવિધ પ્રકાસન સોનાચાંદીના આભૂષણો પહેરાવાય છે. ઠાકોરજીના શ્રીમસ્તક ઉપર કુલેર તથા શીલ કુલ ધરાવવામાં આવે છે અને પૂર્ણ શૃંગારમાં ચોટલો પણ અર્પણ
ઠાકોરજીની શૃંગાર આરતી – ગ્વાલભોગ – રાજભોગ
સવારે 10:30 વાગ્યે ભગવાનને શૃંગાર ભોગ અર્પણ કરવામાં આવશે. ભોગ અર્પણ કરાયા બાદ 11 વાગ્યે શૃંગાર આરતી કરવામાં આવશે. સવારે 1115 વાગ્યો ગ્વાલ ભોગ અર્પણ કરવામાં આવી તેમજ બપોરે 2:00 વાગ્યે મધ્યાહના સમયે ડાકોરજીને રાજભોગ ધરાવાશે..
ઠાકોરજીને સોના-ચાંદીના પાસાથી ચોપાટથી રમાડાય છે
રાજભોગ બાદમાં ગાઈ-તકીયાના બીકોલ્લમાં સૌલાના પાસાથી ચોપાટ રાડાય છે. સાથોસાથે ડાકોરજીને કેસરનું મીઠાજલ તથા જારીજી ધરાવાય છે. આ પારીજી તથા કેસરનું જલ વૈષ્ણવોને પ્રસાદીરૂપ અપાય છે. બપોરે 1 વાગ્યે મલેસર (દર્શન બંધ) થાય છે અને બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી ભગવાન વિશ્રામમાં હોય છે.
ઠાકોરજીનો સાંજનો નિત્યક્રમ
સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન થાય છે. ઉત્થાપન બાદ સાંજે 5:30 વાગ્યે ઉત્થાપન ભૉગ, ભિત્ય ભોગ અર્પણ કરાય છે. આ સાથે ઋતુફળ તથા સુકો મેવો પણ ધરાવાય છે. સાંજે ગીધુલિક સાથે ઠાકોરજીને સંદયા કરાવાય છે જેમાં સૌના વાસણોમાં પંચપાત્રથી સંદયા થાય છે. સંદયા થયા પછી સંધ્યા ભોગ અને સંધ્યા મારતી થાય છે. બાદમાં સંચન સમયે આનની ભોગ અર્પણ કરી શયન ખારતી કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રિના શયનનો ભાવ કરવા ફરી પ્રાણ ગાદી-તકીયા બીકોના બીછાવી સોનાના પાસાથી ચોપાટ રમાડી 9:00 વાગ્યો પ્રયન કરાવાય છે.
જન્મોત્સવ પૂર્વે મંગલા આરતી તથા અભિષેક
જયમાષ્ટમીના દિવસે સત્રિના 6:00 થી 10:00 વાગ્યા સુધી શયન રહે છે. રાત્રિના 10 વાગો ભીતરમાં ઠાકોરજીને જગાડી વારાદાર પુજારી મારા ઠાકોરજીને મંગલા કરાવવામાં આવે છે. જેલ્લા દર્શન ભકતોને થતાં નથી. મંગલા કરાવ્યા બાદ ભગવાળને માખણ મીસરી ભોગ ધરાવાય છે. ત્યારબાદ જન્મ પહેલાંનો અભિષેક રાત્રિના 11:00 વાગ્યે કરાવવામાં આવે છે જેમાં ક્રીસુક્તમ્ પુરૂષસુક્તમનાં પાલે સાથે પંચામૃતથી ઠાકોરજીનો અભિષેક કરાય છે. બાદમાં જલ્મનો શૃંગાર કરાવાય છે.
જન્મોત્સવનો શૃંગાર તથા ભોગ
છેલ્લા કેટલાક વર્ષોથી પાસદાર પૂજારી દ્વારા સ્વખર્ચે ઠાકોરજીના જન્મોત્સવના વિશેષ રીતે તૈયાર કરાયેલા વાઘા સુરત ખાતેથી કેસરી કલરના વાઘામાં સોના-ચાંદીના તારથી ભરત કામ, નાના હીરાજડીત ભરત કામ કરવામાં આવ્યું હોય છે જે એકથી સવા લાખ રૂપિયામાં ઠાકોરજીના 10 મીટર કાપડામાંથી વાઘા બને છે જેમાં એકથી ઘેઢ કીલો ચાંદી તેમાં વપરાય છે. આ હેન્ડીક્રાફટાની બનાવટાના દિવ્યવસ્ત્રો તૈયાર થતા એકાદ માસ જેટલો સમય લાગે છે. પૂર્ણ શૃંગાર બાદ ઠાકોરજીને જાતમનો ભોગ લગાવાય છે જેમાં તમામ પ્રકારના મીષ્ટાનો, વ્યંજનો, ફરસાણ તથા વિશેષતા ઠાકોરજીને પ્રામોત્સવ નિમિતની પંજરી ઘટાવવામાં આવે છે.
જન્મોત્સવ નિમિત્તે વિશેષ રત્નજડિત મુગટ
ઠાકોરજીને જામ સમયે વિશેષ શૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમીનો વિશિષ્ટ રીતે રતનાભુષણાથી તૈયાર કરેલ મુગટ જન્મોત્સવ સમયે ઠાકોરજીને અર્પણ કરવામાં આવશે. સામાન્ય રીતે ઠાકોરજીને દર માસની દરેક માડમ તથા એકમના ભગવાનને કુલેર સુગટ ધાવવાની પરંપરા છે. પરંતુ કાકોરજીનો જમોત્સય હોય વિશેષ બાવટનો મુગટ ધરાવવામાં આવનાર છે જે ૧ર વાગ્યાના જન્મના ભુંગારમાં અર્પણ કરવામાં માવશે.
રાત્રે 12 વાગ્યાના ટકોરે નંદોત્સવ
ભગવાનને બાર વાગ્યાના ટકોરે જમનો ભાવ કરવામાં આવે અને વારાદાર પુજારી દ્વારા જરાતના નાથનો જાવા થયો છે એવું જાહેર કરી ડાકોરની છડી પોકારી નંદ ઘેરા નંદ ભચોના નાદ સાથે આશરે અડધો કલાક સુધી જામોત્સવ આરતી થાય છે. RICHI રાત્રે ટ૩૦ સુધી ભક્તોને ઠાકોરજીના દર્શન થાય છે. 2:30 વાગ્યે ભગવાનને મનોસર (મંદિર બંધ) કરાવી ઠાકોરજીના ગર્ભગૃહ અંદર મહાભોગ વરવામાં માવે છે જેના દર્શન ભકતોને થતાં નથી. આ મહાભોગમાં તમામ પ્રકારના માવાની મીઠાઈ, ફરસાણનો ભોગ અર્પલ કરાય છે જે સવારે પાંચ વાગ્યા સુધી રહયા બાદ વિસર્જન થાય છે.
પારણા નૌમ : શ્રીજીને માખણ મીસરી મેવાનો ભોગ
જેસોત્સવ બાદ આવતી કાલે નૌમળા દિવસે સોનાનું પારણું ઠાકોરજી પાસે રાખી ભગવાના ઉત્સવ સ્વરૂપને નીમના પારણામાં બેસાડવામાં આવે છે. ઠાકોરજીનો જન્મ થયો હોય ભગવાને માખણ મીસરી મેવાનો ભોગ ધરાવાય છે. ઠાકોરજીના બાલસ્વરૂપ પાસે વિવિધ ચાંદીના મss) પણ રાખવામાં આવે છે. આ સાથેભકતો દ્વારા લાવેલ રમકડાને પણ ભગવાન ઉત્સવ સ્વરૂપ પાસે રાખવામાં આવે છે.
- છેલ્લાં બે દાયકાથી જન્માષ્ટમી પર્વે દ્વારકાને ઝળહળતી રાખવામાં પરિમલ નથવાણીનો કૃતજ્ઞ સહકાર
દ્વારકાધીશના પરમભકત અને રાજ્યસભાના સાંસદ તેમજ રીલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ પરિમલભાઈ નથવાણી દ્વારા છેલ્લાં બે દાયકા દરમ્યાન તેમના દ્વારકાધીશ પ્રત્યેના અહોભાવને લીધે જગતમંદિરને લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં અદમ્ય સહકાર પ્રાપ્ત થતો રહયો છે. દ્વારકાધીશ જગતમંદિરને કલાત્મક લાઇટીંગથી દર વર્ષે એકાદ સપ્તાહ પહેલાથી ઝળહળતી રાખવામાં આવે છે અને સાથોસાથ શહેરના પ્રમુખ પ્રવેશમાર્ગો ઈસ્કોન ગેઇટ, રબારી ગેઈટ, હાથી ગેઈટ તેમજ પ્રમુખ મંદિરોને પણ રોશનીથી ઝળહતી રાખવામાં આવે છે. જગતમંદિરની ટોચની કલાત્મક લાઈટીંગને નિહાળી ભાવિક ભકતજનો દ્વારકાધીશ પ્રત્યેના અહોભાવ સાથે સતત પ્રભાવિત થાય છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિમાં ઉપાધ્યક્ષ પદે રહી ચૂકેલા પરિમલભાઈ નથવાણી દ્વારકાના વિવિધ ક્ષેત્રોથી વાકેફ હોય દર વર્ષે જગતમંદિર તેમજ અન્ય પ્રમુખ સ્થળોને જન્માષ્ટમી પર્વે સુશોભિત કરી પોતાની કૃતજ્ઞતા અને ઠાકોરજી પ્રત્યેનો અહોભાવ વ્યકત કરતા પોતાનો સિંહફાળો નોંધાવે છે.
મહેન્દ્ર કક્કડ