દ્વારકા ના બ્રહ્મ સમાજના અશ્ર્વીનભાઇભાઇ પુરોહિત રેલ દ્વારા દ્વારકા થી વૃંદાવન જઇ રહ્યા હતા,તે દરમિયાન તેમનો બેગ કે જેમા સોનું, ચાંદી તથા રોકડ રકમ હોય, તે બેગ ખોવાઇ જતા, ખુબ ગોતવા છતા ન મલતા પરિવારમાં ધેરા શોકની લાગણી વ્યક્ત થઇ હતી.પરંતુ બેગ મલી જતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.
હાલ પુજ્ય અનંતશ્રીવિભૂષિત પીઢાધીશ્ર્વર પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ નો 95 મો પ્રાકટ્યોત્સવ ઉજવવાનો હોય દ્વારકા ના બ્રહ્મ સમાજના આગેવાન અશ્ર્વીનભાઇ પુરોહીત દ્વારકા ની વૃંદાવન જવા સોમવારના વહેલી સવારે દ્વારકા થી અર્નાકુલમ્ ટ્રેન માં સફર કરી રહ્યા હતા,તે દરમિયાન તેમની સાથે રહેલી બેગ અચાનક ગુમ થયેલી જણાઇ હતી. તે બેગમાં સોનું, ચાંદી તથા રોકડ રકમ હોય, અશ્ર્વીનભાઇ બેબાકળા થઇ ઉઠ્યા હતા. તથા દ્વારકા થી બરોડા સુધી ટ્રેન રૂટ પર તપાસ કરતા બેગ મળેલ નહી, પરંતુ ગઇકાલે તે બેગ દ્વારકા રેલ્વેના આરપીએફ જવાનને ફરજ દરમિયાન મલતા, ખરાઇ કરીને મુળ માલિકને પરત કરી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. બેગ મુળ સ્થિતિ માં પરત મલતા પુરોહિત પરિવારે દ્વારકા આરપીએફ જવાનોનો આભાર માન્યો હતો