દ્વારકા રેલ્વે સ્ટેશન પર ટ્રેન દ્વારા દ્વારકા થી બોટાદ જવા આશીષ મીશ્રા નામનો ૪૨ વર્ષીય યુવાન જવા નીકળ્યો હતો. અને દ્વારકા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોમ પર ક્યાક બેગ ખોવાઇ ગઈ હતી. જેથી ખોવાયેલી બેગની ફરીયાદ કરવા રેલ્વે પોલીસ સ્ટેશને ગયો હતો. અને ખોવાયેલી બેગની ફરીયાદ કરી હતી. આ દરમીયાન રેલ્વે પોલીસ જવાન મનોજ કુમાર ને લાવારીશ બેગ નજરે ચડતા ચેકીંગ કરી રેલ્વે પોલીસ સ્ટેશન પર લઇ જવામાં આવ્યું હતું.
અને બેગના મુળ માલીક ને પુર્ણ તપાસ કરી પરત કરવામાં આવ્યુ હતુ. આ બેગની તલાસી લેતા બેગ અંદરથી એસી હજાર રોકડા તથા કપડા હતા. આવડી રકમ સાથે હોવાની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે આશીષ મીશ્રા બોટાદમાં આવેલી મારૂતી ઇનૂટરનેશનલ મોટર માં કેશીયર તરીકે નોકરી કરે છે. અને પોતે દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શને પત્નિ સાથે આવેલ, અને સાથે રહેલા પૈસા કંપનીના હોય, અને ધરે ચોરી ન થઈ જાય,તે હેતુથી સાથે લઇ આવેલ. આ તમામ બાબતોની તપાસ દ્વારકા રેલ્વે પોલીસ દ્વારા ખરાઇ કરીને બેગ મુળ માલિકને પરત કર્યો હતો. સલામત બેગ પરત મલ્યા મીશ્રા પરિવારે દ્વારકા આરપીએફ ટીમનો આભાર માન્યો હતો.