દ્વારકા રઘુવંશી સંપ્રદાયના ૮૦૦ જ્ઞાતિજનો જોડાયા
જોડિયા તાલુકાની ઉંડ-૧ સિંચાઈ યોજના હેઠળની કેનાલમાં ૧૫ દિવસ પૂર્વે પાણી છોડવામાં આવ્યું હોવા છતાં વાવડી ગામની કેનાલ સુધી પાણી પહોંચ્યુ નથી. ખેડુતોના જણાવ્યા પ્રમાણે ઉપરવાસમાંથી જ પાણી ખેંચી લેવામાં આવતું હોવાથી વાવડી ગામનાં ખેડુતો પાણીથી વંચિત રહી ગયા છે. આ મુદ્દે ખેડુતોએ સિંચાઈ વિભાગને પણ રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું કે, ઉપરવાસના લોકો પાણીની કેનાલમાંથી ખેંચે છે અને કમાન બહારના મોટર તથા મશીન દ્વારા પાણીનો જથ્થો ઉપાડવામાં આવે છે અને પાણીનો બગાડ પણ કરવામાં આવતો હોવા છતાં કેનાલ પર ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી માટે વાવડી ગામના ખેડુતો સુધી ઉંડ-૧ સિંચાઈ યોજનાનું પાણી પહોંચેલ નથી. જેના કારણે ગામની કુલ ૨૧૦૦ વિઘા કરતા પણ વધારે જમીનની પાણીની ફી ચુકવેલ હોવા છતાં પાણીથી વંચિત રહેલ છે.