અલગ-અલગ ઈવેન્ટમાં પાંચ બાળકોને પ્રથમ અને બીજા પાંચે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો
દેવભૂમિ દ્વારકાના વડામથક ખંભાળીયા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ-૨૦૧૮ની સ્પર્ધામાં દ્વારકાના રાધે ડીફરન્ટલ એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકો સતત બીજા વર્ષે ઝળકયા હતા. આ વર્ષે સંસ્થાના અગિયાર બાળકોએ અલગ-અલગ ઈવેન્ટસમાં ભાગ લઈ પાંચ બાળકોએ પ્રથમ ક્રમાંક તેમજ પાંચ બાળકોએ દ્વિતીય ક્રમાંક મેળવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં પ્રથમ આવેલામાં અભય દતાણી ૨૫ મી. દોડ, કિશન જિંદાણી સોફટ બોલ થ્રો, રાજ પંડયા, સોફટ બોલ થ્રો, દિનેશ ગોજીયા ૫૦ મી દોડ, અજય કંડરીયા, ૫૦ મી. વોકમાં તેમજ દ્વિતીય આવેલામાં મિતલ જગતીયા ગોળા ફેંક, મિલન પંચાસરા ૫૦ મી. દોડ, મોસમ બોરખતરીયા ૫૦ મી. દોડ, હર્ષ થોભાણી ૧૦૦ મી. દોડ તેમજ નિલય ઠાકર સોફટ બોલ થ્રોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભાગ લીધેલ સંસ્થાનો ૧૧મો વિદ્યાર્થી મયુર વોરા પણ ૧૦૦ મી. દોડમાં ચોથા નંબરે આવેલ હતો. તેમની સતત બીજા વર્ષની આ સિદ્ધિમાં સંસ્થાના સર્વેસર્વો રસિકભાઈ છાયા તેમજ ટ્રેનર તથા ટ્રસ્ટીગણનો પણ સિંહ ફાળો હોય સર્વેએ બાળકોની સિદ્ધિને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા.