ગુજરાત સરકાર દ્વારા રાજયના ગરીબ અને મધ્યમવર્ગનાં ખેડુતોના લાભાર્થે હિતાર્થે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને રાજયના ખેડુતો દ્વારા આવકારવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડુતોએ ઓનલાઈન પ્રોસેસ કરવી પડે છે. હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઈન પ્રોસેસ રાજયભરમાં ચાલતી હોવાથી સર્વર ડાઉન રહે છે. અને વેબસાઈટ ધીમી ચાલે છે. જેના કારણે ઓનલાઈન ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડે છે.

આ યોજનાની મુદત આગામી તા.૨૦મી ફેબ્રુઆરી સુધીની છે. ઓનલાઈન પ્રોસેસના કારણે દ્વારકા તાલુકાના અભણ અને અજ્ઞાન ખેડુતોને હજુ સુધી આ યોજનાની પૂરતી માહિતી ન હોય જેથી આ યોજનાની મુદત હજુ એક માસ સુધી એટલે કે તા.૨૦મી માર્ચ સુધી લંબાવવા દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા જેઠાભા માણેક દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ સહિત સંબંધીત વિભાગને લેખીત રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.