ધારા ૩૭૦ રદ થાય અને સમાન નાગરિકનો કાયદો બને તે જરૂરી: કૃષ્ણદેવનંદગીરીજી મહારાજે અબતકની મુલાકાત દરમિયાન ધર્મ અને ચૂંટણી અંગે ચર્ચા કરી
અનંત વિભુષીત જગતગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરીજી મહારાજ પીઠાધીશ્વર દ્વારકા ગુરૂ પુર્ણિમા નીમીતે રાજકોટની અલગ અલગ શાળાઓના બાળકોને મળવા ખાસ રાજકોટ પધારેલ છે. આ સાથે તેમને અબતક મીડીયા હાઉસની પણ મુલાકાત લીધી હતી. અને ધર્મ, સમાજ, અને સરકારને લઇને ઘણી બધીવાતો પણ કરી હતી.
ધર્મ વિશે તેમણે વાત કરતાં જે ધર્મ સમજે તે જ ધર્માભા છે સાધુ સંતોનું માન – સન્માન કરવું એ જ સાચો ધર્મ છે. દરેક લોકોએ સાધુ-સંતોનો આદર કરવો જોઇએ.
પી.એમ. નરેન્દ્ર મોદી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ખુબ નેકદિલ વ્યકિત છે. તે બધા સંતોનું ખુબ સન્માન કરે છે તેઓ જયારે ચુંટણી લડયા મુખ્યમંત્રી માટે તે પહેલા પણ મારા આર્શીવચન માટે આવેલ હતા. અમે તેઓને ખુબ સહયોગ કરીએ છીએ.
પ્રશ્ન:- દ્વારકા નગરીનો માહોલ પરિસ્થિતિ કેવી છે ?
જવાબ:- દ્વારકા નગરીનો માહોલ હાલ ખુબ જ ખરાબ છે. લોકો તથા બોલતા થાય તે ખુબ જરરૂરી છે. પત્રકારોનું બોલવું પણ ખુબ જરૂરી છે. પરંતુ ત્યાં તેઓ પણ ચુપ છે. મે ત્યાં ૧ કરોડના ખર્ચે ભવ્ય ગેઇટ બનાવેલ હતો. તે ગેઇટને પણ તોડી પાડવામાં આવ્યો જેનું કોઇ ઇન્વસ્ટીગેશન આજ દિવસ સુધી કરવામાં નથી આવ્યું
પ્રશ્ન:- રામ મંદીરનો પ્રશ્ન વિશે શું કહેશો?
જવાબ:- ભવિષ્ય એ કહે છે કે ૨૦૨૩ માં રામ મંદીર બનાવામાં આવશે. પરંતુ ૨૦૧૯ ની ચુંટણીમાં રામ મંદીર મોટો મુદ્દો બનશે. પરંતુ હું ઇચ્છું છું કે રામમંદીરનો મુદ્દો બજાર ન બને ચુંટણીમાં કોઇને હેરાન કરીને સત્તા મેળવવી એ યોગ્ય નથી. પ્રેમથી જીતી પ્રેમથી સત્તા મેળવો. પ એવી વસ્તુ સરકારે કરવાની બદલવાની જરુર છે જે આવનારા સારા ભવિષ્ય માટે ખુબ જ જરુરી છે.
ધારા ૩૭૦ ને રદ કરવામાં આવે અને સમાન નાગરીક કાયદો બનાવામાં આવે. દેશની અંદર હિન્દુ હોય કે કોઇપણ ધર્મના વ્યકિત હોય તેમને ર બાળકને જન્મ દેવાની જ છુટ મળે. કારણ કે આજે આપણા દેશમાં અનામતના નામ પર જે દંગા-ફસાદ થાય છે તેનું એક માત્ર કારણ વધતી જતી વસ્તી જ છે.
જો આવી જ રીતે ચાલશે તો મારી ભવિષ્યવાણી એવું કહે છે કે જો આ જ ચાલતું રહેશે તો દેશનો ૨૦૨૫નો પ્રધાનમંત્રી હશે તે એક મુસ્લીમ હશે., ગૌ માતા ને રાષ્ટ્રમાતા ધોષીત કરવામાં આવશે. આપણી ગાયોના કતલખાના ચાલે છે. બહારથી ઇગ્લીશ ગાયો આવે છે બાળકોને સી-ર નું દુધ જ નથી મળી રહ્યું.,
મારે બધાને કહેવું છે કે સંતોને કયારેય પણ નબળા ન સમજો, સંતોની સહનશીલતાને તેમની કમજોરી ન સમજો જો સંતો ડાની લેધે તો સંસદ પણ હાથમાં લઇ શકવાની શકિત ધરાવે છે. પરંતુ સંસદમાં રાજ કરવા વાળો પ્રધાનમંત્રી પણ એક સંત જ છે. માટે અમે લોકો એમની સાથે છીએ તેમના એક અવાજે અમે બધા કાર્યો કરી શકી છીએ.
૨૦૧૪માં દ્રારીકાના નરેન્દ્રભાઇએ મુસ્લિમની ટોપી ન પહેરી પુરા વિશ્વને સાબીત કરી દીધું છે કે તે પોતે હિન્દુ જ છે અને તે માટે અમને તેમના પર ગર્વ છે.
હું નિશ્ચીત રુપથી કહું છું કે ૨૦૧૯ની ચૂંટણી પછી કોઇપણ રૂપમાં બદલાવ નિશ્ચીત આવશે. પરંતુ તે બદલાવ સારા યોગથી આવશે તેવું અમે ઇચ્છીય છીએ. બધા લોકો કહે છે કે પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ શું કરયું તે નથી ખબર પણ આવનારા પાંચ વર્ષના બધાને ખબર પડી જશે કે પી.એમ. નરેન્દ્ર મોદીએ શું કરીયું છે. અને એ મારી ભવિષ્યવાણી છે કે ૨૦૧૯માં પી.એમ. નરેન્દ્ર મોદી જ બનશે.
ગૌ માતા માટે પોતાનો જીવ ગુમાવનાર ગબરૂભાઇના બે બાળકોને અમે ફ્રીમાં એજયુકેશન આપવાના છીએ. કારણ કે મારુ એવું સ્પષ્ટ માનવું છું કે ભણતર આજ માટે ખુબ જ જરૂરી છે હું મંદીર ઉપર પૈસા ખર્ચ નહી કરૂ પરંતુ જરુરીયાત મંદ બાળકો, આદિવાસી બાળકોના ભણતર પાછળ પૈસા ખર્ચીશ પરંતુ કયારેય હું મારું નામ લખાવવા કંઇ નથી કરતો તે મારી જરુરીયાત નથી કર્મ કરવા સારા એ જ મારું ઘ્યેય છે.
અમે દારુબંધીનો પ્રચાર અર્થે અને મને ખુબ આનંદ છે તે વાતનો કે અમારી આયુર્વેદ દવાથી આજે લાખો લોકો વ્યસનમુકિત તફર વળ્યા છે.
રાજકોટની અંદર પણ અમે એક એવું સંગઠન બનાવવા જઇ રહ્યા છીએ જેસંગઠન આવનારા દિવસોમાં દેશ અને સમાજને કામ આવશે. અને અમારો મુખ્ય ઉદ્દેશ છે કે બધા બાળકો ભણતર લે અને સમાજનું નામ રોશન કરે. બાળકો માટે એવો પ્રોગ્રામ લાવવાનું ઇચ્છીએ છીએ.
જેમાં રાજકોટનું ગોલ્ડ ઇરેકશન લોકોને દેખાય, ભલે પુરુ નહીં પણ અડધુ રાજકોટ પણ એજયુકેશનનું હબ બને તેવું અમે ઇચ્છીએ છીએ. બાળકો ભટકટો નહી આ પ્રોગ્રામથી ઘણા ફાયદા થશે.
વધુમાં તેમણે પોતાના આવનારા પ્રોજેકટ વિશે જણાવ્યું હતું કે ભવિષ્યમાં અમે અલગ અલગ પ પ્રોજેકટ કરવા જઇ રહ્યા છીએ જેના એજયુકેશન માટે સંસ્થા, આધુનિક સુવિધા સભર ગૌ શાળા અને ગૌ પ્રોડકટસ, પ લાખ ગાયો તથા ભેંસોનો તબેલો, રાહત ભાવે જરુરીયાત મંદ લોકોને ઓજારો અને પીવાનું શુઘ્ધ પાણીનો સમાવેશ થાય છે.