માંગણી નહી સંતોષાય તો આંદોલનની ચિમકી
ભંગારના ખડકલા હટાવવા બેસવા માટે બાકડા છાયડાની સુવિધા પીવાની પાણીની સુવીધા આપવા ન્યુવેપારી એસોએસીય માંગ સ્વીકારવામાં નહી આવેતો ગાંધી ચિંધ્યા માર્ગપર આંદોલન ની ચિમકી.
દ્વારકામાં આવેલ પીજીવીસીએલ તંત્રની બેદકારી ને લીધે લાઇટબીલ ભરવા આવતા ગ્રાહકો તેમજ વેપારીઓને લાઇબીલ ભરવાની બારી પાસેજ ભંગારના ખડકલા પૌડા હોવાથી વેઠવી પડતી મુસ્લીને દુર કરવા ન્યું વેપારી એસોએસીયન દ્વારા પીજીવીસીએલ કચેરીએ રજુઆત.
વેપારી એસોએસીયના પ્રમુંખ અનિલ લાલ દ્વારા રજુઆતમાં જણાવ્યા પ્રમાણે જે લાઇટબીલ ભરવાની ઓફિસ છે એ ધણા સમય થયા એકજ જગ્યાએ છે. ત્યારે દ્વારકાના આજુબાજુના ગામડાઓના વિજ ગ્રાહકો તેમજ દ્વારકાના વેપારી વર્ગો પુરૂષો તેમજ મહિલાઓ વચ્ચે એકજ વિજબીલ ભરવા માટે ખિડકી હોવાથી પારવાર મુસ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ઓફિસની આજુબાજુમાં વાયરો તેમજ ભંગારના ઠગલાઓ તેમજ અસંખ્ય ટીસીના મસીન ના ખડકલાઓ પડેલ છે. તેમજ ત્યા હાલમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે છાયડાની વ્યવસ્થા તથા બેસવાની સુવીધા તેમજ પીવાના પાણીની સુવીધા રાખવામાં આવી નથી. એમાએ વુધ્ધો અપંગો લાઇટબીલ ભરવા આવે ત્યારે તેઓને પણ તક્લીફ વેઠવી પડે છે. ત્યારે ન્યુવેપારી એસોએસીયન દ્વારા ઉપર જણાવેલ દ્વારકા પીજીવીસીએલ તંત્રને ફરીયાદ પેટે માંગણીઓ કરવામાં આવી છે. વહેલી તકે ફરીયાદની માંગણીનો ન્યાય નહી મલેતો વેપારી એસોએસીયન ગાંધી ચિંઘ્યા માર્ગે પીજીવીસીએલ કચેરી પાસે અપનાવાની ચિમકી ઉચ્ચારી હતી.