પ્રમુખ પદે જીતેષ માણેક અને ઉપપ્રમુખ પદે પરેશ ઝાખરીયા
ડેપ્યુટી કલેકટરના અઘ્યક્ષસ્થાને પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે ચુંટણી યોજવામાં આવી હતી. ર૮ સભ્યો પૈકી રપ સભ્યો ભાજપના અને ૩ સભ્યો અપક્ષના હોય અને તેમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે સુચીત સભ્યોમાં કોઇ જ હરીફ ન રહેતા બંને પદો માટે ચુંટાયેલા સભ્યોની સર્વસંમતિ થતાં બંને પદ માટે બીનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં બક્ષીપંચ માટેની અનામત સીટ એવા પ્રમુખ પદે જીતેષભા મેપાભાઇ માણેક તથા ઉપપ્રમુખ પદે પરેશભાઇ શામજીભાઇ ઝાખરીયા સર્વસંમતિથિ ચુંટાઇ આવ્યા હતા. સ્થાનીક ધારાસભ્ય પબુભા માણેકની ઉ૫સ્થિતિમાં યોજાયેલા આ દ્વારકા નગરપાલિકાના તમામ ચુંટાયેલા સદસ્યો તેમજ ભાજપના દેવભુમિ દ્વારકા જીલ્લાના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તેમજ યુવા મહામંત્રી રીતેષભાઇ ગોકાણી, દ્વારકા શહેર સંગઠનના વિજયભાઇ બુજડ, ભાવેશભાઇ વિઠલાણી શહેર યુવા ભાજપના રાકેશભાઇ જોશી, રાકેશ ત્રિવેદી, બિરેન સવાણી, વિનય ગોકાણી, સંજય નકુમ સહીત મોટી સંખ્યામાં સ્થાનીક ભાજપના કાર્યકરો તેમજ સ્થાનીક ગ્રામજનો ઉ૫સ્થિત રહ્યા હતા.