દ્વારકાના રેલવે સ્ટેશન રોડ પર આવેલા પૌરાણિક તોતાત્રી મઠ પાસેના વિસ્તારમાં ચોમાસામાં પાણીના ભરાવાની સમસ્યા લગભગ દર વર્ષે જોવા મળતી હોય. આ લાંબા સમયની સમસ્યાના નિરાકરણ અંગે આજરોજ દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, ચીફ ઓફીસર ડુડીયા, પાલિકાના એન્જીનીયર ચાવડા, રમેશભાઈ, સંજયભાઈ દતાણીની ટીમે આજરોજ તોતાત્રી મઠના રહેવાસીઓની મુલાકાત કરી તેમની સમસ્યા વ્યાજબી હોય અહીંના દર ચોમાસે પાણી ભરાવાના પ્રશ્ર્નનો યોગ્ય નિકાલ કરવા તજવીજ હાથધરી હતી અને આવતા ચોમાસામાં અહીં પાણીનો ભરાવો નહીં રહે તેવી ખાત્રી રહેવાસીઓને આપી હતી. પાલિકાકર્મીઓએ આ પ્રશ્ર્નના નિકાલ અંગે કાર્યવાહી હાથધરી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.