દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર તાલુકા પંચાયત પૈકી ત્રણ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. જયારે ભાણાવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સતા મેળવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત સહિત અન્ય ચાર તાલુકા પંચાયત મળીને કુલ પાંચ પંચાયતો કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયતમાં રકતા મેળવી છે. જયારે ભાણવડમાં કોંગ્રેસ સતા મેળવી છે.
તા.17ને બુધવારે પંચાયતોના હોદ્દેદારોની ચૂંટણીમાં દેવભૂીમ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપના રાજીબેન મોરી તથા ઉપપ્રમુખ તરીકે રિધ્ધિબા જાડેજા ચૂંટાયા હતા.
જયારે ખંભાળિયા તાલુકા પંચાયતમાં ભાજપના રામદેભાઇ કરમુર પ્રમુખ તરીકે તથા ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ જાડેજા ચુંટાયા હતા.
દ્વારકા તાલુકા પંચાયત ચૂંટણી પૂર્વે જ બિન હરિફ થતા પ્રમુખ તરીકે ભારતીબેન કેર તથા ઉપ પ્રમુખ તરીકે હિરલબા વાઢેર ચૂંટાઇ આવ્યા હતા.
ભાણવડ તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યો પૈકી કોંગ્રેસના 12 તથા ભાજપના 4 સભ્યો ચૂંટાયા હોવાથી કોંગે્રસના માલદેભાઇ રાવલીયા પ્રમુખ તરીકે તથા ઉ5પ્રમુખ તરીકે રસીકભાઇ ચૌહાણની વરણી થઇ હતી.
કલ્યાપુર તાલુકા પંચાયતનો ખરેખર કોંગ્રેસને જ ફાળે ગઇ હતી કુલ 24 સભ્યો માંથી કોંગ્રેસને 13 સીટ તથા ભાજપને 11 સીટ મળી હતી. પરંતુ ભાજપે તડજોડ ની જાતિ અખત્યાર કરતા ત્રણ કોંગ્રેસી પક્ષ પલ્યુ સભ્ય વફાદારીને અલવિદા કરી ભાજપની પંગતમાં બેસી ગયા હોવાથી ભાજપે પંચાયત કબ્જે કરી હતી. જેમાં પ્રમુખ માટે ભાજપના જીવીબેન ગાધર તથા ઉપપ્રમુખ તરીકે ગોમતીબેન ચોપડાને ચુંટયા હતા.