દેવભૂમિ દ્વારકા એલસીબીએ દારૂના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડયો હતો. રાજકોટના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસવડા રોહન આનંદ દ્વારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અવાર-નવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. એલસીબી પીએસઆઈ ચંદ્રવાડીયા તથા ટીમ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને કોરોના વાયરસના સંક્રમણનાં કારણે તેમના મુળ સરનામે રહેવા આવ્યો હોય આવા આરોપીઓને પકડી પાડવા પ્રયાસ કરાય છે.
કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ૨૦૧૩ના ગુનામાં ફરાર આરોપી જાલોદના સાંચોર તાલુકાના ડેડવા ગામનો બિસનોઈ સુજાણારામ કાલુરામ ખીલેરી (૪૨) રાજસ્થાન ખાતે છુપાયો હોવાની બાતમી પરથી દરોડો પાડયો હતો. તેના રહેણાંકથી દબોચી લઈ અત્રે લાવી તેનો કોરોના રીપોર્ટ કરાવતા તે નેગેટિવ આવતા કલ્યાણપુર પોલીસ સ્ટેશને ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.ડી.ચંદ્રવાડીયા, એ.એસ.આઈ જોગલ, અજીતભાઈ બારોટ વગેરે જોડાયા હતા.