દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ નાઓએ હાલમાં મે.ડી.જી.પી. ગુજરાત રાજયનાઓ તરફી પ્રોહી. જુગારની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ અંકુશ મેળવવા સમગ્ર રાજયમાં ડ્રાઈવનું આયોજન કરેલ છે. જે અનુસંધાને ભાણવડ વિસ્તારના રાણપર ગામે અવાર-નવાર ગે.કા. ઈંગ્લીશ દારૂની પ્રવૃતિ કરતા પ્રોહી બુટલેગર બધા ભોરાભાઈ શામળા અને અન્ય તેના સાગરીતો દ્વારા દારૂની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ જામજોધપુર પોલીસ ઉપર કરેલ આરોપી અરજણભાઈ આલાભાઈ કોડીયાતરને પકડવા માટે એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. એલ.ડી.ઓડેદરા તા પો.સ.ઈ. એ.એસ.કડછાનાઓ અલગ અલગ ટીમો સો પેટ્રોલીંગમાં હતા.
આ દરમિયાન રાણપર ગામે તપાસમાં એલ.સી.બી.ના મસરીભાઈ આહિર અને અરજણભાઈ મારૂને હકીકત મળેલ કે, રાણપર ગામનો પ્રખ્યાત બુટલેગર બધાભાઈ ભોરાભાઈ શામળા અને અરજણભાઈ આલાભાઈ કોડીયાતર બંનેએ ભાગીદારી કરી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે. જે રાણપર ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ પડતર પાણી ટાંકામાં સંતાડેલ છે. બાતમી આધારે પંચો સો રેઈડ કરતા આ પડતર પાણી ભરવાના ટાંકાના અંદરના ભાગેી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો અલગ અલગ બ્રાન્ડનો મોટો જથ્થો બોટલો નંગ ૮૨૯ રૂ.૩,૩૧,૬૦૦નો મુદ્દામાલ મળી આવેલ. આ ફરારી બુટલેગર બધાભાઈ ભોરાભાઈ શામળા અને અરજણભાઈ આલાભાઈ કોડીયાતર રહે.બંને રાણપર તા.ભાણવડ વાળાઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ સંભાળી લઈ બંને આરોપીઓને પકડી પાડવા ચારેય તરફ ચક્રોગતિમાન કરેલ છે.