દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ નાઓએ જિલ્લામાં બનેલ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના પો.સ.ઈ. એ.એસ.કડછાને સુચના કરતા આ અનુસંધાને એલસીબીની બે અલગ અલગ ટીમો બનાવી ખંભાળિયા તથા જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલીંગમાં રહેલ દરમિયાન ૧૭ માર્ચના ખંભાળિયા તાલુકાના આરાધનાધામ પાસે સિદ્ધિ હોટલ પાસે આવતા એલસીબીના પોલીસ સબ ઈન્સ.ને ગઈ તા.૫/૬ માર્ચના રોજ મીઠાપુર ખાતે ફરિયાદી દેવરાજભાઈ પાલાભાઈ સાચીયા દ્વારકાવાળાનું બુલેટ મોટર સાઈકલ કાળા કલરનું જી.જે.૩૭ ડી.૮૦૩૨ વાળુ કિં.રૂ.૧,૦૦,૦૦૦/-નું તેના મકાન પાસેથી ચોરી થયેલની ફરિયાદ મીઠાપુર પો.સ્ટે. કલમ ૩૭૯ મુજબનો ગુનો ગઈ તા.૧૧ માર્ચના જાહેર થયેલ તે ચોરીમાં ગયેલ બુલેટ મોટર સાઈકલ ઉપર બે ઈસમો ચોરીનું બુલેટ લઈ આરાધનાધામ સામે સામરાજ હોટલ સામે મોટર સાઈકલના ઓરીજનલ નંબર બદલાવી ખોટા નંબર લગાડી ઉભેલ છે. તેવી હકીકત મુજબ પંચો સાથે હકીકતવાળી જગ્યાએ બુલેટ ઉપર હાજર ઈસમો આબીદભાઈ મહેબુબભાઈ સાટી જાત પીંજારા (ઉ.વ.૨૩)નો ધંધો ગાદલા ભરવાની મજુરી રહે.સલાયાનાકા પાસે, વંડીફળી, ખંભાળિયા જિ.દેવભૂમિ દ્વારકા તથા પાછળ બેસેલ ઈસમનું નામ સોહીલ ઉર્ફે સોયલો મહમદભાઈ સાટી જાતે પીંજારા (ઉ.વ.૧૯) ધંધો ગાદલા ભરવાનો રહે. ખોજાનાકા, હાજીપીર ચોક, જામનગર વાળાઓને પકડી પાડી તેમના કબજાનું બુલેટ બાબતે બુલેટ મોટર સાઈકલના ફરિયાદમાં જણાવેલ ખરાઈ કરતા બુલેટ મોટર સાયકલ ઉપરોકત ચોરીનું હોય કિ.રૂ.૧,૦૦,૦૦૦/-ના મુદામાલ સાથે બંને ઈસમોને પકડી પાડી મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.કડછા, એએસઆઈ હબીબભાઈ મલેક, અરવિંદભાઈ નકુમ, એચ.સી. અશોકભાઈ સવાણી, અરજણભાઈ મારૂ, મસરીભાઈ આહીર, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા પીસી કુલદીપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, હસમુખભાઈ કટારા તથા ડ્રા.પોલીસ હેડ કોન્સ. નરસીભાઈ સોનગરા અને ધર્મેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.