રાજયમાં પતંગ ઉત્સવ ઉજવણી અંતર્ગત ક‚ણા અભિયાન તા.૧૦ જાન્યુ. ૨૦૧૯ થી ૨૦ જાન્યુ. સુધી યોજવામાં આવેલ છે. પતંગ ઉત્સવમાં ઉપયોગમાં લેવાતા માંજા/દોરીને કારણે પક્ષીઓને ઈજા પહોંચે છે
તેમજ કેટલીક વાર મૃત્યુ પામે છે. આથી કરૂણા અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા ઈજા પામેલા પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે હેતુથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
જેમાં સામાજિક વનીકરણ રેન્જ ખંભાળિયા પી.બી.કરમુર, ઈ.આર.એફ.ઓ. મો.૮૭૮૦૫૪૪૨૫, સલાયા જી.ઓલ.દામોદર, વનપાલ મો.૭૬૦૦૬૪૯૩૬૨, ભાણવડ આર.એસ.વકાતર, વનરક્ષા સહાયક મો.૯૮૯૮૯૫૦૦૬૦, કલ્યાણપુર પી.બી.કરમુર, ઈ.આર.એફ.ઓ. મો.૮૭૮૦૫૪૮૪૨૫, ભાટીયા ડી.એ.ગોસાઈ મો.૯૭૨૭૮૬૦૬૧૬, રેન્જ ફોરેસ્ટ કચેરી નોર્મલ રેન્જ દ્વારકા એચ.એન.પરમાર ૯૪૨૭૨૪૩૨૭૦, રેન્જ ફોરેસ્ટ, મરીન નેશનલ પાર્ક દ્વારકા, કે.આર.ચુડાસમાં મો.૮૯૮૦૦૨૯૩૨૮, રેન્જ ફોરેસ્ટ, સામાજીક વનીકરણ દ્વારકા કે.કે.પીંડારીયા મો.૮૧૪૦૦૬૯૫૬૫નો સંપર્ક કરવો. વધુમાં સવારે ૮-૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૫-૦૦ વાગ્યા પછી આકાશમાં પક્ષીઓની અવરજવર વધારે હોઈ આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાડવા નહીં જેથી પક્ષીઓને ઈજા થવાની સંભાવના ઘટાડી શકાય તેમજ ચાઈનીઝ માંઝો કે પ્લાસ્ટીક દોરી પર પ્રતિબંધ હોઈ આવી દોરી/માંઝાનો ઉપયોગ ન કરવા અપિલ કરવામાં આવે છે.