વાહન ચાલકો પશુઓ માટે જોખમી સ્થિતિ અટકાવવા નગરપાલિકા પ્રમુખનું સ્તુત્ય પગલું
દ્વારકા નગરપાલિકા દ્વારા જામનગર હાઇવે પાસેના નવા પોલીસ સ્ટેશન નજીક ઘાસચારો વિતરકો દ્વારા હાઇવે પર જ ઘાસચારો વિતરણ કરાતો હોવાની વ્યાપક ફરીયાદોને લીધે અને તેના કારણે વાહન ચાલકો અને પશુઓને અકસ્માતનો પણ સતત ભય રહેતો હોય અને ગંદકીનો પણ પ્રશ્ર્ન ઉ૫સ્થિત થતો હોય આજરોજ દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક, ઉ૫પ્રમુખ પરેશભાઇ ઝાખરીયા, ચીફ ઓફીસર સી.બી. ડુડીયા તેમજ ભાજપ અગ્રણી ગોપાલભાઇ કણઝારીયાએ સ્થળ મુલાકાત કરી હતી અને આ વિસ્તારની મુલાકાત બાદ તત્કાળ અહી જમીન સમતળ કરાવવાની કામગીરી આરંભી દેવાઇ હતી. નગરપાલિકાના આ સ્તુત્ય પગલાથી ઘાસ વિતરકો આ નવા સમતળ મેદાનમાં જ ઘાસચારાનું વિતરણ કરતા દરેક સમસ્યાનો એકસાથે હલ સંભવ બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,