બીપરોજોય નામના વાવાઝોડા બાદ ભગવાન દ્વારકાધીશ ના આશ્રય હેઠળ દ્વારકા અનવ સમસ્ત ગુજરાત ના દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ જાનહાની ન થતા યાત્રાધામ દ્વારકા ખાતે સમસ્ત સમાજ ના અગ્રણીઓ દ્વારા દ્વારકાધીશ ભગવાન ના ધ્વજારોહણ નું આયોજન કરાયું હતું આ ધ્વજા ની પૂજા વિધિમાં નિર્મલભાઇ સામાણી તથા દિવ્ય પ્રકાશભાઈ ઠાકર દ્વારા પૂજા અર્ચના કરેલી હતી ગૂગળી જ્ઞાતિ સમસ્ત બ્રહ્મપુરી નંબર 1 ખાતે સંપન્ન થયું જેમાં તમામ સમાજ ના અગ્રણીઓ અને ધારાસભ્ય પબુભા માણેક ખાસ ઉપસ્થિત રહ્યા.
યાત્રાધામ દ્વારકા ના જગત મંદિર માં નૂતન ધ્વજારોહણ નું આયોજન સમસ્ત સમાજ દ્વારા કરાયું હતું બે દિવસ પૂર્વે દ્વારકા ખાતે બીપોરજોય વાવાઝોડું આવ્યું હતું પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી અને નુકશાની પણ ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હતી જેથી ભગવાન દ્વારકાધીશના શિખર પર લહેરાવવા માં આવતી ધ્વજા નું પૂજન બ્રહ્મપુરી ખાતે કરવામાં આવ્યું હતું ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્ય માં કોઈ જાનહાની ન થતા ભગવાન દ્વારકાધીશ એ તમામ ને ઉગાર્યા હોઈ તેથી સમસ્ત નગરજનો વતી ભગવાનના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક , દ્વારકા ના ગૂગળી સમાજ ના પ્રમુખ યગનેશ ઉપાધ્યાય, પૂર્વ પાલિકા પ્રમુખ દિવ્યપ્રકાશ ઠાકર, ગૂગળી સમાજના અગ્રણી ભાર્ગવ ભટ્ટ, લોહાણા સમાજના અગ્રણી નિર્મલ સમાણી, ચંદુભાઈ બારાઈ, પરેશ ઝાખરીયા , મિતલભાઈ વિઠલાણી, સંજયભાઈ રાયઠ્ઠઠ્ઠા, વામનભાઈ ગોકાણી, પારસભાઈ રાયઠ્ઠઠ્ઠા, યતીનભાઇ ભાયાણી,ભાજપ શહેર પ્રમુખ વિજય બુજડ , દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે , મંદિર સુરક્ષા ના ડીવાયએસપી સમીર સારડા દ્વારકા ના પ્રાંત અધિકારી પાર્થ તલસાનિયા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી ધ્વજાજી નું પૂજન કરી જગત મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી અને ભગવાન દ્વારકાધીશ ના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું..
ભગવાનની કૃતજ્ઞતા વ્યકત કરવા ધ્વજારોહણ કરાયુ: નીર્મલ સામાણી
દ્વારકા હોટલ એસો. ના પ્રમુખ નીર્મળભાઇ સામાણીએ જણાવેલ કે ગુજરાત પરની વાવાઝોડાની ભયકર ધાત વિના વીઘ્ને ટળી ગઇ છે. ત્યારે ભગવાન દ્વારકા ધીશની કૃતજ્ઞતા વ્યકત કરવા આજે ઘ્વજારોહણ કરાયું હતું.