- દ્વારકામાં કલ્યાણપુરમાં નકલી પાસપોર્ટ – વિઝાનું કૌભાંડ ઝડપાયું
- SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, ડૉક્ટરની ભરમાર વચ્ચે દ્વારકામાં બોગસ વિઝા-પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં બોગસ વિઝા-પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે. તેમજ આરોપીઓ અલગ-અલગ શહેરોમાં કામને અંજામ આપતા હતા. જેમાં નામ અને અટકમાં સુધારા કરીને બનાવટી પાસપોર્ટ તેયાર કરતાં હતા. આ ઉપરાંત જ્યારે આરોપીઓ તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી કૌભાંડ આચરતા હતા. આ સમગ્ર મામલે SOGએ પોરબંદર, વલસાડ, દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત 9 શખસોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે આરોપીઓ દ્વારા સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરતા હતા અને ખોટા જન્મના પ્રમાણપત્રો બનાવામાં આવતા હતા. આ મામલે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને જાણ થતા, ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા SOGએ કૌભાંડમાં સંપડાયેલા તલાટી મંત્રીની ધરપકડ કરીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોરબંદરના એક શખસનો જન્મનો દાખલો કાઢી આપ્યો હોવાના ખુલાસો થયો હતો.
આરોપીઓ UK જવા ઈચ્છતા લોકોની પસંદગી કરતા
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ UK જવા ઈચ્છતા લોકોની પસંદગી કરતા હતા. ત્યારપછી UKમાં રહેતા પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા લોકોનો સંપર્ક કરાવીને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા અને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પાસપોર્ટની એપ્લીકેશન કરનારા લોકોના ફર્સ્ટ નેમમાં પોતાનું અને માતા-પિતાના નામમાં પોર્ટુગીઝને વાલી દર્શાવામાં આવતા હતા.