રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અમુલ્ય વચનોને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વાગોળ્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની આજે વિશેષ ઉજવણી થનાર છે. પૂ.બાપુની જન્મજયંતિ અનુસંધાને દ્વારકાની ડી.એન.પી. ઈંગ્લીશ મીડિયમ સ્કુલમાં ગાંધીજીના આદર્શો અને તેમના દ્વારા કહેવાયેલું અમૂલ્ય વાકય ‘મારું જીવન એજ મારો સંદેશ’ને આદર્શ ગણી તેમના વિશે શાળાના શિક્ષકગણ તેમજ બાળકો દ્વારા વકતૃત્વ સ્પર્ધા, પ્રશ્ર્નોતરી, ગાંધીજીના ભજનો, સ્વચ્છતા અંગેની શપથ તેમજ રેલી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
આ વિશેષ આયોજનમાં દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.ડુડીયા પણ જોડાયા હતા. જેમણે મહાત્મા ગાંધીજીના આદર્શોને જીવનમાં અપનાવવા વિશે બાળકોને શીખ આપી શાળાના પ્રિન્સીપાલ મીનાક્ષીબેન ઠાકર તેમજ શિક્ષકગણની જહેમતને બિરદાવી હતી. વિદ્યાર્થીઓએ પૂ.બાપુને યાદ કરી તેમના જીવનના મુલ્યોને ગ્રહણ કરી જીવનમાં સદાય બાપુના આદર્શો પર ચાલવા શપથ લીધી હતી.