ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાએ લીલીઝંડી આપી એકતારથનું પ્રસ્થાડન કરાવ્યું

પ્રથમ તબકકામાં ખંભાળીયા તથા ભાણવડ તાલુકાના ૮૩ ગામોમાં આ રથ ફરશે

ekta rath yatra khambhaliya dt 3સરદાર સાહેબનો દેશની એકતા-અખંડિતતાનો ભાવ જન-જનમાં જાગૃત કરવા રાજ્યના ૫ હજાર ગામોમાં આજે પ્રથમ તબકકાની એકતા યાત્રાનો શુભારંભ થઇ રહયો છે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની નવીવાડી પ્રાથમિક શાળા ખાતેથી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરાએ એકતા યાત્રાનો શૂભારંભ કરાવી જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમ સામે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જે હવે સાકાર થવા જઇ રહ્યું છે.

ekta rath yatra khambhaliya dt 5આગામી દિવસોમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. ત્યારે તે પૂર્વે એકતા યાત્રા એકતા અને સદ્દભાવનો સંદેશો લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાપના ગામે ગામ ફરશે. પ્રથમ તબકકામાં ખંભાળીયા તથા ભાણવડ તાલુકાના ૮૩ ગામોમાં રથ ફરશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નર્મદા ડેમની પ્રતિકૃતિ, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ સાથે ફરશે. સરદાર સાહેબના જીવન કવનને લગતી દસ્તાવેજી ફિલ્મ, તેના યોગદાનનું મહાત્મ્ય સમજાવતી ફિલ્મ અને ગીતો પ્રસ્તુત થશે. ચેરમેનશ્રી બેરાએ વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલની આ પ્રતિમાંના નિર્માણ થવાથી આજુબાજુના આદિવાસી વિસ્તાચરનો વિકાસ થશે અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે.

ekta rath yatra khambhaliya dt 8આ તકે જિલ્લાિ વિકાસ અધિકારીશ્રી રાવલે જણાવ્યું હતું કે દેશના બિસ્માર્ક અને સરદાર તરીકે ઓળખાતા શ્રી વલ્લ્ભભાઇ પટેલની ૧૮૨ મીટરની વિશ્વની સૌથી મોટી પ્રતિમાંનું નિર્માણ થઇ રહયું છે તે ગુજરાત અને દેશના માટે ગૌરવની વાત છે. પ્રથમ તબકકાની એકતા યાત્રાનો આજથી પ્રારંભ કરી રહયા છીએ તેમાં સૌને સહભાગી બનવા અપિલ કરી હતી.

ekta rath yatra khambhaliya dt 13આ કાર્યક્રમમાં સ્કુલની બાળાઓએ સ્વાાગત ગીત રજુ કર્યું હતું તેમજ મહાનુભાવો તથા ઉપસ્થિ ત લોકોએ એકતા તથા અખંડીતતાના સંકલ્પક લીધા હતા. ચેરમેનશ્રી મુળુભાઇ બેરા તથા મહાનુભાવોએ નવીવાડી પ્રાથમિક શાળા ખાતેથી એકતા રથને લીલીઝંડી આપી પ્રસ્થામન કરાવયું હતું.

ekta rath yatra khambhaliya dt 16આ કાર્યક્રમમાં જિલ્લાર ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રી શ્વેઆતાબેન શુકલ, ઉપ પ્રમુખ પી.એમ. જાડેજા, ખંભાળીયા તથા ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, સરપંચશ્રી નકુમ, અગ્રણીઓ સર્વશ્રી પાલભાઇ કરમુર, હરિભાઇ નકુમ, સી.આર. જાડેજા, શૈલેષ કણઝારીયા, ભરતભાઇ ચાવડા, પરબતભાઇ વરૂ, કિરણભાઇ કાંબરીયા, જિ.પં. સદસ્ય શ્રી વી.ડી. મોરી સહિત જિલ્લાભ તાલુકા પંચાયતના સદસ્યનશ્રીઓ, નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વાઘેલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચાવડા, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યાટમાં લોકો ઉપસ્થિુત રહયા હતા.

ekta rath yatra khambhaliya dt 1 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.