મતગણતરીના દિવસે કેન્દ્ર ખાતે ૨૦૦ મી.ની ત્રિજયામાં ચાર કે વધુ વ્યકિત એકઠા થવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧-ખંભાળીયા તા ૮૨-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગની મત ગણતરી તા.૧૮ ડિસેમ્બરના રોજ જિલ્લા સેવા સદન, દેવભૂમિ દ્વારકાના કમ્પાઉન્ડમાં આવેલ નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન, દેવભૂમિ દ્વારકાના બિલ્ડીંગમાં યોજાનાર છે. મતગણતરીના દિવસે મત ગણતરી મક આજુબાજુ કાયદો અને વ્યવસની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે હેતુી હિરેન વ્યાસ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા સેવા સદન, દેવભૂમિ દ્વારકાના કમ્પાંઉન્ડ માં આવેલ નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન, દેવભૂમિ દ્વારકા ખાતે ૨૦૦ મીટરની ત્રિજિયાના વિસતારમાં તા.૧૮ડિસેમ્બરના સવારના ૬-૦૦ી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ચાર કરતા વધારે વ્યવક્તિઓની મંડળી ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું સરકારી નોકરીમાં અવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ પરના પોલીસ દળો, ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને તા અધિકૃત કરેલ વ્યક્તિઓને લાગુ પડશે નહી અન્યૂા જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર શે.