• 1965થી વામનજયંતિના ગુગ્ગળી બ્રહમસમાજ દ્વારા ધ્વજારોહણની પરંપરા: અશ્વિન ગુરૂ

Dwarka:દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર તથા સમસ્તા ગુગ્ગળી સમાજ દ્વારા દર વર્ષે ઊજવાતાં આ વિરાટ વિજય દિવસે આ વખતે દ્વારકાધીશ મંદિરમાં ગુગ્ગળી સમાજના અગ્રણીઓ તેમજ દ્વારકાના સંતગણ તેમજ સ્થાનીય અગ્રણીઓ ઉપસ્થિતિમાં ધ્વજાજીનું પૂજન સવારે 10:30 થી 11:00

વાગ્યા દરમ્યાન તેમજ વિષ્ણુસહસ્ત્રના પાઠ પણ કરવામાં આવશે. બાદમાં શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ગુગ્ગળી બ્રાહમણ સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. ગુગ્ગળી સમાજના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત (ગુરૂ) એ વિરાટ વિજય દિવસના ઉપલક્ષ્યમાં જણાવેલ કે 1965ની સાલમાં દ્વારકાના તારણહાર દ્વારકાધીશના મંદિરના નુતન શિખરે ત્યારથી જ ગુગ્ગળી સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતિના દિવસે જ્ઞાતિ તરફથી ધ્વજાજી ચઢાવાય છે અને ત્યારબાદ ક્રમશઃ રીતે ધ્વજાજી ચઢાવવાનું મહાત્મ્ય વધતાં પહેલા જયારે લગભગ દર પંદર દિવસે કે એકાદ માસે એકવાર ધ્વજાજીનું આરોહણ કરાતું જયારે આજે દિવસમાં છ ધ્વજાજીનું આરોહણ થાય છે. આવતીકાલે વામન જયંતિના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી દેશની અખંડિતતા તથા સુરક્ષા જળવાય તે માટે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.