દ્વારીકા નગરીમાં હૈયે હૈયુ દળાય તેવી મેદની- કયાંય પગ મુકવાની જગ્યા નથી હોટેલ-રેસ્ટોરન્ટમાં લાંબી કતારો

ભગવાન દ્વારકાધિશના ધામ દ્વારીકાનગરીમાં પરષોતમમાસના અંતિમ ચરણમાં બારસે ભાવીકોના ઘોડાપુર ઉમટી પડયા હતા.દ્વારકામાં વહેલી સવારથી જ ભાવિક ભકતો ગોમતી સ્નાન માટે આવી પહોચ્યા હતા અને  વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતીમાં અકકળેઠાઠ  ગીર્દી વચ્ચે યાત્રીકો પીસાઈ ગયા હતા ઓચીતા આટલા યાત્રીકો   થતા દર્શન વ્યવસ્થાપક પણ સુરક્ષા વ્યવસ્થા માટે થાકી ગયા હતા અને  વ્યવસ્થા માટે દોડાદોડી થઈ પડી હતી.ગોમતીઘાટ અને મંદિર પરિસરથી લઈને શહેરના રાજમાર્ગો, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ અને રીલાયન્સ રોડ ઉપર વાહનોની કતારો લાગી જતા 100 થી 200 મીટરનું અંતર કાપવા માટે અર્ધા કલાક સુધી વાહન ચાલકોએ તપશ્ર્ચર્યા  કરવી પડી હતી.

પુરૂષોતમના છેલ્લા દિવસો એટલે કે તા.17 ઓગષ્ટના અમાસના દિને  પુરૂષોતમ માસની પૂર્ણાહૂતિ હોય તેમજ શનિ,રવિ અને મંગળ, બુધવારમાં જાહેર રજાઓને લઈને પાંચ દિવસના મીની વેકેશનથી યાત્રીકો  પ્રવાહ ખુબજ વધ્યો છે.પ્રવાસી યાત્રીકો દર્શન કરવા માટે  જયાં વાહનની પાર્કીંગની વ્યવસ્થામળે ત્યાં વાહન પાર્ક કરી જગત મંદિરે પહોચ્યા હતા.જન્માષ્ટમી અને દિવાળી જેવા આજના ભયંકર ટ્રાફીકથી નગર ચકકાજામ જોવા મળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.