Dwarka: GST નંબર ધરાવનાર વેપારી વ્યવસાય હેતુ કોમર્શીયલ પ્રોપર્ટી ભાડા પર લે અને ભાડે આપનાર જીએસટીમાં રજિસ્ટર્ડ ન હોય તેવા કિસ્સામાં જીએસટી ધરાવનારે રીવર્સ ચાર્જ મીકેનીઝમ મુજબ ટેક્ષ ભરવાનો રહેશે. આવો ટેક્ષ બેન્ક દ્વારા વેપારીએ ભરવાનો થતો હોય છે જેની ક્રેડીટ રેગ્યુલર રજીસ્ટ્રેશન ધરાવના વેપારીને મળી જશે પરન્તુ જે ધંધામાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બ્લોક થયેલ છે તેમને મળશે નહિં. જેમાં નાના વેપારીઓ કોમ્પોઝીટ સ્કીમમાં રજીસ્ટર્ડ છે અથવા ટેક્ષમાં ક્રેડીટ ન મળતા ઉદ્યોગ ધંધામાં સંકળાયેલ છે એવા વેપારીઓના ખર્ચમાં વધારો થશે. આ પ્રાવધાન પહેલા સરકાર દ્વારા રહેણાંક ઉપયોગી જગ્યા જીએસટીમાં રજિસ્ટર્ડ વેપારી દ્વારા જીએસટીમાં રજિસ્ટર્ડ ન હોય તેવા વ્યકિત પાસેથી લેવામાં આવે તો ટેક્ષ લગાડવામાં આવેલ. હવે વ્યાવસાયિક હેતુથી જગ્યાઓમાં પણ રીવર્સ ચાર્જ મીકેનીઝમ લાગતા નાના વેપારીઓના ખર્ચમાં ભાડાના ૧૮ ટકા રકમનો જંગી વધારો થશે. જેની અસર ખાણીપીણી અને રેસ્ટોરન્ટ બીઝનેસ પર જોવા મળશે અને ભાવવધારો થશે. આ ઉપરાંત તમામ કોમ્પોઝીશન સ્કીમમાં રહેલ વેપારીઓ કે જે ભાડા પર દકાન અને ધંધો ચલાવે છે તેમને પ્રણ અસર થશે
મહેન્દ્ર કક્કડ