- આજે શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં પાદુકા પૂજનનો અવસર
દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના 21 માં દંડ સન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે ઉજવણી*
પૂજ્ય મહારાજના 21 માં દંડ સન્યાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિક્રમ સંવત 2080 ચૈત્ર શુક્લ તેરસ નિમિતે આજે પૂજ્ય મહારાજની પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.
દંડગ્રહણ માત્રેણ નરી નારાયણો ભવેત એટલે કે ધર્મદંડ ગ્રહણ કરતા જ નર નારાયણ સ્વરૂપ બની જાય છે અન્ય સ્થળ વ્યક્તિનું સુખ સંસારમાં સૌથી મોટું સુખ છે સન્યસ્ત વ્યક્તિ સુખના ઉપભોક્તા નથી પરંતુ તેઓ સ્વયં સુખનું સ્વરૂપ હોય છે એટલે જ કહેવાયું છે કે દંડી સન્યાસી સાક્ષાત નારાયણ છે.
પૂજ્ય શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ નો જન્મ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના બરગી ગામ સ્થિત આયુર્વેદ રત્ન પંડિત વિદ્યાધર અવસ્થી અને શ્રીમતી માનકુવર દેવીજીને ત્યાં થયો હતો સ્વામીજી પૂર્વાશ્રમમાં રમેશકુમાર તરીકે ઓળખાતા હતા.
પૂજ્યની પ્રાથમિક શિક્ષા તેમના ગામ બરગીમાં જ્યારે સંસ્કૃત શિક્ષક નરસિંહપુરમાં અને વ્યાકરણ વેદવિધાન ની શિક્ષા કાશીમાં સંપન્ન થઈ હતી તેઓના અભ્યાસ દરમિયાન જ પૂજ્યપાદ અનંત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્ર્વર અને દ્વારકાશારદા પીઠાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય બ્રહ્નલીન સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પરિચયમાં આવ્યા હતા અને 1977 માં પ્રયાગ કુંભ વખતે બ્રહ્મચારી દીક્ષા ગ્રહણ કરી હતી.
જે બાદ ચૈત્ર શુક્લ તેરસ તદનુસાર તા.15 એપ્રિલ 2003 માં કાશી ખાતે દંડ સન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી હતી.