દેવભૂમિ દ્વારકામાં ૭૩માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજે દ્વારકા સરર્કીટ હાઉસના પાછડના મેદાનમા કરવામાં આવી હતી. આ તકે કલેકટરે સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં જોડાયેલા સૌને શુભેચ્છા પાઠવી દેશની સ્વાતંત્રતા ચળવળમાં જોડાઈને મા ભોમની આન બાન અને શાન જાળવવા માટે જેમણે જાન કુરબાન કરી છે તેમનું સ્મરણ કરી મહાત્માં ગાંધી, સરદાર પટેલ શ્યામજીકૃષ્ણ વર્મા તથા નામી અનામી વીરોને યાદ કર્યા હતા.
આ તકે સ્વાતંત્રતા સેનાની સ્વ.રમણલાલ લીલાધર વાયડાના ધર્મપત્નિ મનોરમાબેનનુ કલેકટરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં વાયુ વાવાઝોડાની સંભાવનાની કુદરતી આફત સમયે વિશિષ્ટ્ કામગીરી કરનાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યુંવ હતું. જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત યોજાયેલ ૧૦૮માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાકેશભાઇ બાંભણીયા તથા પ્રકાશભાઇ ચોપડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા તેમજ આતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય કક્ષા તથા રાજય કક્ષાએ વિવિધ પ્રવૃતિ/રમતોમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ રમતવિરોનું તેમજ ડો.જયપ્રકાશ દ્રિવેદીને સંસ્કુવત સેવા માટે રાષ્ટ્રતપતિ એવોડ-૨૦૧૮ બદલ મહાનુભાવો દ્વારા સનમાનિત કરવામા આવ્યા હતા.
આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દ્વારકા નગરપાલીકા પ્રમુખ જિતેશભાઇ માણેક, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ લુણાભાઇ સુમણીયા, ભાજપ આગેવાન હરીભાઇ આધુનિક, જિલ્લા વિકાસ અધિકારી મનિષ બંશલ, જિલ્લા પોલીસવડા રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર પટેલ, ડી.આર.ડી.એ.નિયામક વાધેલા, તેમજ અધિકારી/કર્મચારીઓ, શહેરીજનો વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.