ભારતના અર્થતંત્રને મજબુત બનાવવા કાળા નાણા પર લગામ લાવવા નોટબંધી, નોટ બદલી અને બેંકીગ વ્યવહારો પર નજર જેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં સોપારીના એક વેપારીના બે હિસાબી નાણા જમીન મકાનના ધંધામાં વ્યાપક પણે રોકાણ થતું હોવાનું કેટલાક અધિકારીઓના ઘ્યાને આવતા તપાસનો દોરં શરુ થતાં કાણા નાણા બજારમાં ફેરવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
યાત્રાધામ દ્વારકામાં સોપારીના વેપાર કાળા બજારના નાણાં જમીન મકાન અને હોટલોમાં સફેદ કરવા વેપારી મેદાને પડતા તરેહ-તરેહની ચર્ચા શરૂ થઇ છે. યાત્રાધામ દ્વારકામાં અન્ડર ગ્રાઉન્ડબજારમાં સોપારીના વેપારીઓનો દબદબો છે. કોરોનાકાળમાં કાળા બજાર કરી કરોડોની કમાણી કરનાર ક્ધયા રાશિના સોપારીના વેપારીએ અન્ય ધંધામાં ઝંપલાવતા નગરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
કબૂતર બીલ મારફત ચાલે સમગ્ર વહીવટ
સોપારીના કાળા કરોબારમાં 60 ટકા માલ બીલ વગર અને 40 ટકા માલ બીલમા આવતો હોય અને વહીવટ કબૂતર બીલ મારફત ચાલતો હોય જેથી આ કાળા નાણાંને સફદ કરવા વેપારી દ્રારા જમીન મકાન અને હોટલમાં રોકાણ કરતા આ મુદે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર મામલે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે
સોપારીના કાળા કારોબારમા કરવેરા તથા સંબંધિત વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાય તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે માટે પરંતુ તંત્રનાં રડારથી કેવી રીતે બચી જાય છે એ સવાલ પણ બાબુઓની મિલીભગતનો ઇશારો કરે છે