- સિઝનનો 86 ઇંચ વરસાદ, લોકજીવન થયું ઠપ્પ
દ્વારકા શહેરમાં વરસાદની ઐતિહાસિક નોંધ લેવાઇ છે. મોસમનો કુલ વરસાદ 86 ઇંચને પાર કરી ગયો છે. બપોરે 2 કલાકે તિથિના ક્રમ મુજબ અને દરિયો ગાંડોતુર બનતા ગોમતીઘાટના ઘાટો પાણીમાં ડુબી ગયા છે તો ઘાટ ઉપર આવેલ શિવ મંદિરો તથા મહાપ્રભુજીના બેઠકજી અને ગોમતી માતા મંદિર તથા દેવી-દેવતાઓના મંદિરો તથા પરિસરમાં પાણી ઘુસી જતા મંદિરોમાં થતી સેવા-પૂજામાં વિક્ષેપ પડ્યો છે.
સમગ્ર દ્વારકાના કાંઠાળનું પાણી કાળું ડિબાંગ બની રહ્યું છે તો સમુદ્રની ઉંચાઇ 25 ફૂટ ઉપરની થઇ ગઇ છે ત્યારે વરસાદ તથા દરિયાઇ મોજાના કારણે સુદામા સેતુ તથા ધીરૂભાઇ અંબાણી માર્ગ ઉપર આવેલ દુકાનો તથા રેસ્ટોરન્ટ અને હોટેલો સુધી પાણી ઘુસી ગયા છે. દ્વારકા નજીકના સમુદ્રમાં એક માચ્છીમારી બોટ સમુદ્રમાંથી પરત આવી રહી ત્યારે ડૂબવા લાગતા કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરી માછીમારોને બચાવી લેવાયા છે.
ગુજરાત પર મંડાયેલી વરસાદી સીસ્ટમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં સાર્વત્રિક મેઘતાંડવ જોવા મળ્યો છે. યાત્રાધામ દ્વારકામાં પણ અનરાધાર વરસાદને લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને નીચાણવાળા વિસ્તારો ઉપરાંત અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં સાર્વત્રિક રીતે મેઘતાંડવ જોવા મળ્યો છે. છેલ્લાં ચોવીસ કલાકમાં દ્વારકા તાલુકામાં 16 ઈંચ, ખંભાળીયા તાલુકામાં 18 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 10 ઈચ તથા ભાણવડ તાલુકામાં 12 ઈંચ વરસાદ નોંધાતા મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે સમુદ્ર સાથે જોડાયેલી ગોમતી નદીમાં પણ વ્યાપક વરસાદને લીધે સમુદ્રમાં જોવા મળતાં કરન્ટને લીધે તેમજ વ્યાપક વરસાદથી ગોમતી નદીના તમામ 16 ઘાટો તેમજ નવા ગોમતી ઘાટો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. દ્વારકાના ગોમતીઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં પણ કમરડૂબ પાણી ભરાયા હતા.’
દ્વારકાના દરિયામાં ફસાયેલાં 13 માછીમારોનું કરાયું રેસ્ક્યૂ
દ્વારકાના દરિયામાં 13 જેટલા માચ્છીમારો ફસાયા હોવાની જાણ થતાં ઈન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા 13 જેટલા માચ્છીમારોનું બોટ સાથે રેસ્કયુ કર્યુ હતું અને ઓખા બંદર ખાતે સલામત સ્થળે ખસેડ્યા હતા. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસતા – અનરાધાર વરસાદને લીધે વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ર4 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આવળપરા વિસ્તારમાં પાણી ભરાયા હોય જે અંગે તંત્રને જાણ થતાં પ્રાંત અધિકારી હિતેશ ભગોરાના માર્ગદર્શનમાં નગરપાલીકાના ફાયર એન્ડ રેસ્કયુ ટીમના જવાનો દ્વારા 15 જેટલા નાગરીકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
- વાંકાનેર: મચ્છુ ઓવર ફલો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
- ભારે વરસાદના પગલે મચ્છુ-1 ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા.