- ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું દ્વારકા: પ્રવાસીઓનો ધસારો
- સુદર્શન સેતુના લોકાર્પણ બાદ બેટ દ્વારકામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો: કેમ્પ સાઇટ, ડોલ્ફીન વ્યુઇંગ ટુરીસ્ટો માટે આકર્ષણ
એપ્રિલ માસના સમાપન અને મે મહિનાની શરૂઆત સાથે આવનારા ઉનાળું વેકેશનના સમયગાળામાં દેશ – રાજયમાં જયારે હીટવેવને લીધે 49 થી 4પ ડીગ્રીની ઉપર આગ ઝરતી ગરમી વરસી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલાનું દ્વારકા તીથ” એ 39-3ર ડિગ્રી તાપમાન ધરાવતું પ્રમાણમાં કુલ-કુલ સેન્ટર હોય સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહયુ છે. આ ઉપરાંત ભારતના પશ્ર્ચિમ કિનારે વસેલી દ્વારકા નગરી આસપાસના સમુદ્ર કિનારે કુદરતી પ્રકૃતિ અને સૌંદર્યના ખોળે પથરાયેલાં રમણીય બીચ તથા નવલા નઝરાણા સમાન સુદર્શન સેતુ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષ્ણનું કેન્દ્ર છે. દ્વારકા તથા નજીકના ર9 – 39 કિમી સુધીના વિસ્તારમાં આવેલાં આ બીચ અને ટાપુઓનું સૌંદર્ય અને કુદરતી વાતાવરણ માણીને પ્રવાસીઓ કલાકો સુધી અચૂક રોકાણો કરે છે.
આશરે બે માસ પહેલાં ઓખા – બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુના લોકાર્પણ બાદ બેટ દ્વારકા તીર્થ ક્ષ્ોત્ર જમીન માર્ગે જોડાઇ જતાં સહેલાણીઓ તથા દર્શનાર્થીઓ માટે બેટ દ્વારકા જવુ એકદમ સુગમ બન્યુ છે. આ સાથે બેટ દ્વારકામાં પ્રવાસનના વિવિધ સ્કોપ ખૂલી જતાં ટુરીસ્ટ ઉદ્યોગને વેગ મળ્યો છે. દર વર્ષ્ેા બેટ દ્વારકાના પ્રાકૃતિક સૌંદર્ય સભર વાતાવરણમાં કેમ્પ સાઇટ, ડોફીન વ્યુઇંગ, બીચના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો અને બેટ દ્વારકામાં પ્રવાસન લક્ષ્ી સુવિધાઓમાં વધારો થવાથી પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક મંદિરોમાં ટુરીસ્ટની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી જોવા મળી હોય સમગ્ર બેટ દ્વારકાના ટુરીઝમ ઉદ્યોગને વેગ મળ્યો છે.
ઓખામઢી પાસેનો આકર્ષક બીચ, કાચબાઓનું મ્યુઝીયમ
જામનગરથી દ્વારકા તરફ આવતાં ઓખામઢી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી તદન નજીક ઓખા મઢી બીચ આવેલો છે જયાં ગુજરાત સરકારના મરીન નેશનલ પાર્ક આયોજિત દિરયાઇ કાચબા ઉછેર કેન્દ્ર તથા કાચબાઓનું મ્યુઝીયમ અને માછલીઘર પ્રવાસીઓને નિહાળી શકે છે. વિશ્રામ માટેની વ્યવસ્થા આ બીચ ઉપર કરવામાં આવી છે. કૃષ્ણ ભગવાનની કર્મભૂમિના નિવાસ સ્થાન એવા કુદરતના ખોળે આવેલાં આ બીચોનો જીવંત નજારો નીહાળવો એ જીવનનો અમૂલ્ય હાવો છે.
ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો બેટ દ્વારકાનો ડન્ની પોઇન્ટ સહેલાણીઓને બીચ પર જવા મંજુરી નથી અપાતી
અને છેલે બેટ શંખોદ્વાર (દ્વારકા)માં દ્વારકાધીશ મંદિરથી પ ક઼િમી. દૂર ડન્ની પોઇન્ટ નામના ટાપૂ પર આવેલ બીચ ઉપર ખાનગી સંસ્થાઓના સહયોગથી ર થી 3 દિવસના રોકાણ સાથેના કેમ્પની વ્યવસ્થા અગાઉ ઉપલબ્ધ હતી. જે તે સમયે આ બીચ ઉપરથી ભારત સરકારે જેને રાષ્ટ્રીય માછલીમાં મુખ્ય સ્થાન આપેલ છે તેવા આ રમણીય બીચ ધરાવતા અહીંના દરીયામાં વ્હેલ માછલીના પણ અદભુત દર્શન તેમજ અન્ય દરીયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ પણ ખાનગી સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવતા હોય સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આ સ્થળની પર્યાવરણ વિષ્યના ગહન અભ્યાસ અર્થે અચૂક મુલાકાત લેતાં. હાલ પ્રશાસન દ્વારા સહેલાણીઓને આ બીચ પર જવા મંજૂરી આપવામાં આવતી નથી.
શિવરાજપુરનો બીચ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ
દ્વારકાથી બેટ દ્વારકા જતાં પ્રવાસીઓ દ્વારકાથી ઓખાના રાજય ધોરીમાર્ગ પર જયાંથી પસાર થાય છે તે માર્ગ ઉપર દ્વારકાથી 19 કિમીના અંતરે શિવરાજપુર બીચ આવેલ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરફથી શિવરાજપુર બીચ ઉપર દર વર્ષ્ે બીચ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજયની ભવ્ય ભાતિગળ સાંસ્કૃતિક અનુરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન યોજવામાં આવે છે. અહીંના છીછરા કિનારામાં વર્ષમાં શિયાળામાં અને અમૂક અનુકૂળ મોસમમાં દરીયાઇ જીવસૃષ્ટિને નિહાળવા તથા અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઈવીંગ, સ્નોર્કલીંગની સુવિધા પણ ખાનગી સંસ્થાનો દ્વારા ચાલી રહી છે.