જાણીતા ઔઘોગિક એકમોને ઓખા મંડળનાં ૧ર૦૦ થી વધુ રોજગાર ઇચ્છુક યુવાનોના ઇન્ટરવ્યું લીધા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર સ્થિત ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ એ ટૈકનીકલ અને નોન ટેકનીકલ અરજદારો માટે મીઠાપુર માં જોબ ફેર ૨૦૧૮ નું આયોજન કર્યુ હતુ. જેમા ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકામાંથી ૧૨૦૦ થી વધારે રોજગાર ઇચ્છુક યુવાનો સહભાગી થયા હતા. આ ફેર માં સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા.લીમીટેડ, વટવા ઇન્ડસ્ટ્રિયલ એશોશીયન, રિલાયન્સ રીટેઇલ, એલ એન્ડ ટી ક્ધસ્ટ્રકશન સ્કિલ્સ ટ્રેનીંગ સહીતની અગ્રણી કોર્પોરેટ ના પ્રતિનિધિઓએ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા.તેમા વિવિધ પોઝીશન પર ૩૦૦ થી વધારે ઉમેદવારોની પસંદગી થઇ હતી. રિફ્રટમેન્ટ એજેન્સીઓ અને કંપનીઓ ભવિષ્યમાં તેમની જરૂરીયાતો મુજબ બાકીના ઉમેદવારોનો સંપર્ક કરશે તેવી બાંહેધરી આપી હતી.
ટાટા કેમીકલ્સ મીઠાપુર ના ઉત્પાદન ના વાઇસ પ્રેસીડેન્ટ બી.બી.કથપાલીયા જણાવે છે કે ટાટા કેમીકલ્સ એકીકૃત, સર્વસમાવેશક અને સંકલિત સમાજની રચનામાં માને છે. જેમા તમામ વ્યક્તિઓને વ્યક્તિગત વિકાસ અને સર્વસમાવેશક આર્થિક વિકાસ માટેની તકો ઉપલબ્ધ થાય છે. આ વિસ્તાર ના યુવાનો લાયકાત ધરાવે છે. પણ તેમની લાયકાત અને તાલીમ મુજબ રોજગારી આપતી કંપનીઓ સુધી તેઓ પહોચ ધરાવતા નથી. આ પ્રકારની પહેલો મારફતે ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ આ યુવાનોને અગ્રણી કોર્પોરેટમાં ઉપલબ્ધ સંભવિત રોજગારીઓનો લાભ લેવાની તક પુરી પાડે છે. અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની કારકિર્દી ને પાંખો આપે છે.