• યુવા મહોત્સવ-2024 : દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગે સામાન્ય ઉમેદવારો સામે સ્પર્ધા કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો

Dwarka: યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત યુવા મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ વિદ્યાર્થી પિંકલ અભેસિંહ ડોડીયાએ લોકવાદ્ય વિભાગ-બ માં સામાન્ય બાળકો સાથે સ્પર્ધામાં ઉતરી સમગ્ર દેવભૂમિ દ્વારકા ન: જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે. આ પહેલા તાલુકા કક્ષાએ પણ મીઠાપુર ખાતે યોજાયેલ સ્પર્ધામાં પિંકલે પ્રથમ ક્રમાંક મેળવેલ. જે બાદ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પણ ૧૬ થી ર૯ વર્ષના સામાન્ય બાળકોને પાછળ રાખી અવ્વલ નંબર મેળવવાની સિદ્ધિ હાંસિલ કરી છે. પિંકલની આ અભૂતપૂર્વ સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીગણ ઉપરાંત સમગ્ર ઓખામંડળની વિવિધ સંસ્થાઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન છેલ્લા આઠ વર્ષથી આ ક્ષેત્રમાં મનોદિવ્યાંગોના સર્વાગી વિકાસ અને ઉત્થાન માટે ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી રહી છે.

મહેન્દ્ર કક્કડ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.