-
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા 500 મોનસુન કીટનું વિતરણ કરવાનો ટાર્ગેટ
dwarka news: દ્વારકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીની સ્થાનીય બ્રાન્ચ દ્વારા અમદાવાદ સ્થિત સ્ટેટ બ્રાન્ચના સહયોગથી દ્વારકા શહેરના સ્લમ વિસ્તારોમાં હાલના મોનસુનની સીઝનને અનુરૂપ મોનસુન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મોનસુન કીટ જેમાં પ્લાસ્ટીકની ડોલ, ધાબળો, હાઈજેનીક કીટ તથા તાલપત્રી સાથેની ઉપયોગી વસ્તુઓનો કીટમાં સમાવેશ કરવામાં આવે છે. જેનું વિતરણ દ્વારકા શહેરના જલારામ નગરના ઝુપડપટ્ટી વિસ્તાર, રૂક્ષ્મણી મંદિર પાસેનો સ્લમ વિસ્તારો સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદથી આવેલ ટીમના પ્રતીક કોસ્ટી, માર્મિક અમીન, દ્વારકા બ્રાન્ચના અશ્વિનભાઈ ગોકાણી, કમલેશભાઈ, પ્રતાપભાઈ, લક્ષ્મીદાસભાઈની ટીમ સાથે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 200 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી સમયમાં ઓખામંડળમાં કુલ 500 જેટલી આ પ્રકારની કીટનું વિતરણ કરવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે.