સુપ્રીમમાં અરજી એટલે હવનમાં હાડકા નાખવાનું કામ: સૌરાષ્ટ્રની સ્ટીલની ડિમાન્ડ અને સ્ટીલના રિસાઇકલીંગ ઉદ્યોગને આવી અરજીઓથી ભારે નુકસાન થઇ શકે
યુદ્ધ જહાજને ડિસ્મેન્ટલ થતું રોકવા સુપ્રીમમાં કરાયેલી અરજી પાછળ વ્યવસાયિક કિન્નાખોરી હોવાની ચર્ચા
વિમાનવાહક યુદ્ધ જહાજ આઇએનેસ વિરાટ ભારતીય નૌકાદળમાં ૨૯ વર્ષ સેવા આપીને નિવૃત યું ત્યાર બાદ એની હરાજી કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના શ્રી રામ ગ્રુપ આ હરાજીમાં વિરાટને ખરીદવામાં લાયક ઠર્યું હતું. ગત સપ્ટેમ્બરમાં આ જહાજ ભાવનગરના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે આવી પહોચ્યું હતું અને ત્યાર બાદ અત્યાર સુધીમાં લગભગ આ યુદ્ધ જહાજનું ચાલીસ ટકા જેટલું ડીસમેન્ટલીન્ગ ઇ ચુક્યું છે ત્યારે એન્વીતેક મરીન કોન્સલ્તાન્ત્સ ના રૂપાલી શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિરાટને છુટું પાડવાની પ્રક્રિયા રોકવાની માગ કરવામાં આવી છે. શર્માની કંપનીએ રૂ. ૧૦૦ કરોડમાં આ જહાજ ખરીદીને તેને મ્યુઝીયમમાં તબદીલ કરવાની ઈચ્છા જાહેર કરી છે. આ સ્િિતમાં એ ચર્ચાઈ જોર પકડ્યું છે કે સુપ્રીમમાં વિરાટને ભાંગતું રોકવા પાછળ કરાયેલી આ અરજી પાછળ વાસ્તવમાં તો વ્યવસાઈક કીન્નાખોરી જવાબદાર છે. પોર્ટ મીનીસ્ટર મનસુખ માંડવિયાએ ‘અબતક’ સો વાત કરતા જણાવ્યું હતું કે રૂ. ૪૦૦ કરોડના ખર્ચ બાદ પણ વિરાટ આગામી ૧૦ વર્ષ સુધી પણ સાબુત રહી શકે તેમ નહોતું તેી એની હરાજી સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ જોતા અલંગમાં એ ચર્ચા ચકડોળે ચડી છે કે વીરાટ સામે અત્યંત વામણી ચાલબાજી રમવામાં આવી રહી છે.
“વિરાટને મ્યુઝીયમ બનાવવા અંગે સરકારે પ્રમ વિચાર કર્યો હતો પણ એ શક્ય નહોતું: માંડવીયા
‘અબતક’ સો ખાસ વાત કરતા પોર્ટ મીનીસ્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જયારે આઇએનેસ વિરાટ સેવા નિવૃત યું ત્યારે સરકારે પ્રમ એ વિચાર કર્યો હતો કે વિરાટને એક મ્યુઝીયમમાં તબદીલ કરી શકાય એમ છે કે નહિ. પોર્ટ મીનીસ્ટ્રી દ્વારા આ અંગે વિગતવાર અને વિસ્તારપૂર્વક અભ્યાસ કરાયો જેના અંતે એ તારણ નીકળ્યું કે વિરાટની મેટલની સ્તિ એવી છે કે જો સરકાર એની પાછળ રૂ. ૪૦૦ કરોડનો ખર્ચ કરે તો પણ વિરાટ આગામી ૧૦ વર્ષમાં કે વધીને ૧૦ વર્ષે ગમે ત્યારે બેસી જાય એમ છે. તેી સરકારે વિચાર્યું છે કે આગામી સમયમાં યુદ્ધ જહાજને એના સમય કરતા વહેલું નિવૃત કરીને એને મ્યુઝીયમમાં તબદીલ કરવું. જ્યાં સુધી વિરાટનો સવાલ છે ત્યાં સુધી હરાજી બાદ વિરાટ હવે યુદ્ધ જહાજનો ની રહ્યું. સુપ્રીમમાં યેલી અરજી અનુસંધાને સંબધિત મીનીસ્ટ્રી ટુક સમયમાં પોતાનો જવાબ આપી દેશે. મારા ખ્યાલી ત્યાર બાદ આ ઇશ્યુ સોલ્વ ઇ જશે.
વિરાટને ડિસ્મેન્ટલ તું રોકવાી અલંગની છબીને ઘસારો અને ર્આકિ નુકસાન
‘અબતક’ સો વાત કરતા અલંગના કેટલાક વ્યાવસાયિકોએ જણાવ્યું કે વિરાટને ડીસ્મેન્ટલ તું રોકવાી અલંગને ર્આકિ રીતે પણ નુકસાન શે. જે કંપનીએ આ યુદ્ધ જહાજને હરાજીમાંી ખરીદ્યું છે એ કંપનીના રૂપિયા લાગેલા છે. આ જહાજ અત્યાર સુધીમાં ૪૦ ટકા જેટલું ભાંગી ચુક્યું છે, જ્યાં સુધી સ્ટે છે ત્યાં સુધી મજુરોને ખાલી બેસવું પડશે એ પણ નુકસાન છે. બીજું એ કે આ સ્ટે લેવા પાછળ વ્યવસાયિક કીન્નાખોરી સાફ દેખાઈ આવે છે જેની અસર એ પડશે કે વિશ્વસ્તરે અલંગની છબીને પણ અસર પડી શકે એમ છે. આ જહાજમાંી જે સ્ટીલ છુટું પડશે તે સૌરાષ્ટ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં કામ આવવાનું છે પણ હાલ જ્યાં સુધી સ્ટે છે ત્યાં સુધી જહાજ ભાંગવાનું કામ ઠપ રહેશે.