વિદેશીઓ માટે ડયુટી ફ્રિ શોપમાંથી ખરીદાયેલી ચીજ વસ્તુઓ પર લાગશે જીએસટી

જીએસટી લાગુ થતાની સાથે જ તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો ઉપર અને જે ડયુટી ફ્રિ દુકાનો પર જીએસટી વસુલવામાં આવતો હતો ત્યારે હવેથી કોઈપણ લોકોએ જે ડયુટી ફ્રિ દુકાન હશે તેમાં કોઈપણ પ્રકારની ચીજ-વસ્તુઓની ખરીદી ઉપર જીએસટી લગાવવામાં આવશે નહીં તેમ હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું. લોકો અસંમજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા કારણકે ડયુટી ફ્રિ દુકાનોમાં પણ જીએસટી લગાવવામાં આવતા તેઓએ શું કરવું તે પ્રશ્ર્નાર્થ ઉભો થયો હતો ત્યારે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી યાત્રિકો વિદેશ જતા જો કોઈ ડયુટી ફ્રિ શોપમાંથી ચીજ-વસ્તુઓની ખરીદી કરશે તો સાથે તે જીએસટીને આધીન રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે નિર્ણય કરતા જણાવ્યું હતું કે, કોઈપણ વ્યકિત ડયુટી ફ્રિ સ્ટોર પરથી કોઈ વસ્તુની ખરીદી કરશે તો તેમાં કોઈ પ્રકારનો જીએસટી લગાવવામાં નહીં આવે અને આ તમામ ડયુટી ફ્રિ દુકાનો હવાઈ મથકમાં આવતા હોય તેવાં તમામને આ નિર્ણયનું પાલન કરવું પડશે ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા વાસુ કલોથીંગનાં કેસને ધ્યાને લઈ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડયુટી ફ્રિ શોપમાંથી ભારતનાં સપ્લાયરો જે ચીજ-વસ્તુઓની સપ્લાય કરે છે તેમાં તેઓ જીએસટી લાગુ પાડી શકે છે. આ નિર્ણય બાદ લોકોમાં અસંમજસનો માહોલ સર્જાયો હતો અને તેઓએ શું કરવું તેની પણ તેઓને સમજણ ન હતી ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જે દુકાનો ડયુટી ફ્રિ હશે તેની કોઈપણ ચીજ વસ્તુઓ પર એક પણ રૂપિયાનો જીએસટી લગાવવામાં નહીં આવે.

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ લાગુ થતાની સાથે જ પ્રજાને જે વિવિધ પ્રકારનાં ટેકસોની ભરપાઈ કરવી પડતી હતી તેમાં તેઓને મુકિત મળી છે અને લોકો જીએસટીને પૂર્ણત: અપનાવી લીધું હોય તેવું પણ માનવામાં આવે છે જેનું કારણ એ પણ છે કે લોકોને ટેકસમાં પડતી મુશ્કેલીનો હલ જીએસટી દ્વારા લાવવામાં આવ્યું છે ત્યારે જીએસટીની પ્રણાલીમાં સરકાર થોડોક ફેરબદલ કરતું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે કે કરદાતાઓને અથવા કહી શકાય કે ભારત દેશનાં લોકોને તેની પ્રણાલી પૂર્ણતહ સરળ થાય તે માટે તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.