ડો. રાહુલ ગુપ્તા, નીલમ રાની, એસ.જે. હૈદર, હરિત શુક્લ, ડો. રાજીવકુમાર ગુપ્તા અને મમતા વર્મા એક્સપો ભાગ લેશે
અબતક, રાજકોટ : દુબઈ વર્લ્ડ એક્સપોમાં ગુજરાત રાજ્યના 6 આઈએએસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. જેમાં ડો. રાહુલ ગુપ્તા, નીલમ રાની, એસ.જે. હૈદર, હરિત શુક્લ, ડો. રાજીવકુમાર ગુપ્તા અને મમતા વર્માનો સમાવેશ થાય છે.
દુબઈ ખાતે વર્લ્ડ એક્સપો મેગા ઇવેન્ટ માટે ગુજરાત સરકારના છ આઇએએસ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. ભારત સરકારના આર્થિક બાબતોના પ્રભાગ ગુજરાત સરકારના નક્કી કરેલા અધિકારીઓને દુબઇ પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે.
દુબઈ ખાતે આયોજિત એક્સપોમાં ગુજરાત સરકારના છ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.જેઓ ગુજરાત સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરશે દુબઈ ખાતે આયોજિત વર્લ્ડએક્સપોમાં આ અધિકારીઓ ઇન્ડિયા પેવેલિયનમાં 1 થી 14 ઓક્ટોબર દરમિયાન વિવિધ સેમિનારો અને એક્ઝિબિશન સાથે ઉદ્યોગકારો ને મળી બિઝનેસ મીટિંગો દ્વારા ગુજરાતમાં મૂડીરોકાણ વધે તે માટેન પ્રયત્નો કરશે.
આ અધિકારીઓમાં પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદરની સાથે ટુરીઝમ સેક્રેટરી હારીત શુક્લા અને ઇન્ડેક્સ-બીના એમ.ડી. નિલમ રાની, ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાનો સમાવેશ થાય છે.
કોરોના બાદ ગુજરાત સરકારના આ છ આઇએએસ અધિકારીઓ સૌ પ્રથમ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. જેઓ દુબઈમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રાજ્યમાં મૂડીરોકાણ વધે તે દિશામાં પ્રયત્ન કરશે.