ઉત્તેજીત – ગુસ્સાવાળા ને શિકારી ડોગ હોવાથી પ્રોટેકશન અને સ્નીફર તરીકે આ ડોગ પ્રથમ પસંદગી છે: ગુજરાતમાં ત્રણ ને ભારતમાં ૧પ નવા આ પ્રજાતિના ડોગ લોકોએ પાળ્યા છે
પશુ-જનાવરના ઝુંડ માટે તેના માલિકો દ્વારા શેફર્ડ ડોગની પ્રજાતિ વિકાસાવી હતી. બધા જ દેશોમાં ત્યાંના પર્યાવરણ અનુસાર આ બ્રિડ વિકસાવી છે. મોખરાના સ્થાને જર્મન, ડચ, અમેરિકા વિગેરે દેશોએ પોતાની જરુરીયાત મુજબ આ બ્રિડને વિકસાવી પોતાના દેશ પરથી તેનું નામ જોડીને બનાવ્યું, આથી જર્મન શેફર્ડ, બેલ્જિીયમ શેફર્ડ, ડચ શેફર્ડ, અ)લ્સેશિયન, સીલોક, બાય, કિંગ, બોહેમાઇન જેવા નામો પ્રચલિત થયા છે.
ડચ શેફર્ડની સ્ટેમિના, રોગ પ્રતિકારક શકિત વધુ હોવાથી બીના ડોગની જેમ માંદા ઓછા પડે છે. તાલિમ આપવામાં પણ ખુબજ સહેલું પડે છે કારણ કે આ પ્રજાતિને નવુ નવું શિખવું ગમે છે. હાલ તેની બજાર કિંમત અંદાજે એક લાખ રૂપિયા જેવી છે. આપણા ગુજરાતમાં બે શ્ર્વપ્ન પ્રેમી પાસે આ બ્રિડ છે. સમગ્ર દેશમાં ૧૦ થી ૧પ ડચ શેફર્ડ છે. દિલ્હી-બોમ્બેમાં આના ઉછેર બાબતે ડોગ માસ્ટર બ્રિડરો કાર્યરત થયા હોવાથી ત્યાં આની સંખ્યા બે આંકડે પહોચવા આવી રહી છે, બીજી આ ડોગની વિશેષતામાં ઓછા વાળ હોવાથી ગ્રુમીંગ કરવાની જરૂરીયાત રહેતી નથી.
ડચ શેફર્ડનું વજન ૩૦ થી ૪૦ કિલો જેવું ને ઉંચાઇ ૫૭ થી ૬ર સે.મી. જેવી હોય છે. વિદેશોમાં યુ.કે., જર્મની, નેધરલેન્ડ જેવા વિવિધ દેશોમાં લોકો સ્વરક્ષણ માટે તથા લશ્કરમાં વધુ ઉપયોગ કરે છે, તેમની સુંઘવાની શકિત પાવર ફુલ હોવાથી સ્નીફર તરીકે વધુ ઉપયોગ થાય છે. ૧ર થી ૧પ વર્ષ તેનું આયુષ્ય ગણાય છે. ડચ દેશના પશુઓ ચરાવતા હોય ત્યારે તેના રક્ષણ માટે ઉપયોગ વધુ થાય છે. આ માલિકોને બહુમુખી ડોગની જરુરીયાત રહેતી હોવાથી આ કઠોરને બધા વાતાવરણમાં એડજસ્ટ કરે તેવી બ્રીડ હોવાથી ટુંકાગાળામાં વિશ્ર્વભરમાં પ્રચલિત થઇ ગઇ હતી.
ડચ શેફર્ડ લાંબા, ટુકા, મોટા વાળ વાળી પણ બ્રીડ હોય છે. મુખ્યત્વે બ્રીન્ડલ કલરમાં વધુ જોવા મળે છે. ૧૯૧૪માં માત્ર બ્રિંડલ કલરમાં જ હતા. તે વખતના આ ડોગ જર્મન શેફર્ડ અને બેલ્જિીયમ શેફર્ડ જાતીને મળતી હોવાથી તેને અલગ માન્યતા મળી, ડોગની દુનિયામાં ડચ શેફર્ડ આજે છે તે ૧૦૦ વર્ષ પહેલા હતા તેવી જ બ્રિડ છે. ખેતરોમાં બીજા જાનવરો આવીને બગાડ ન કરે તે માટે આ શ્ર્વાન બહુ જ સુંદર કામગીરી કરે છે. આ બ્રિડનો નેધરલેન્ડમાં ખુબ જ વિકાસ થયો છે. આ શ્ર્વાનને તાલિમ બઘ્ધ કરીને આજે પોલીસ ઉપયોગ કરે છે. અંધ માટે આ ડચ શેફર્ડ ને પ્રશિક્ષણ કરીને ખુબ જ સારી કામગીરી વિદેશોમાં કરાય છે.
ખેતીમાં આધુનિક યુગ આવી જતાં ડચ શેફર્ડની આબાદી ઓછી થતી જોવા મળે છે. માણસને તેની જરૂર ન જણાતા લોકો તેને હવે પાળતા ન હોવાથી આ સમસ્યા જોવા મળી રહી છે. ૧૯૪૦ થી ૫૦માં તો આ પ્રજાતિ લુપ્ત થવાના આરે હતી. બીજા વિશ્ર્વ યુઘ્ધ પછી નેધરલેન્ડમાં ડોગ પ્રજાતિના પ્રજનન ઉપર રોક લગાવતા ભોજન માટે ટળવળીને પણ ડોગ મૃત્યુ પામ્યા હતા.
તેમના જીનેતીકમાં વિવિધતા લાવવાને કારણે નવે બ્રિડ વિકસાવવા માટે પણ તેનો ઉપયોગ થયો. બેલ્જિીયમ શેફર્ડ પ્રજાતિ તેને કારણે જ બની હતી. ૧૯૫૯માં બ્રીડ કલબના પ્રયાસોને કારણે ફરીથી પ્રજનન કાર્ય શરુ થતા બેલ્જિીયમ લાયેકેનોઇસનો ઉપયોગ થયો. આજે તો ડચ
શેફર્ડ એક દુર્લભ શ્ર્વાન પ્રજાતિ છે. તેના વાળ લાંબા, ટુંકા, મોટાના આધારે તેને નામાંકિત કરાય છે. ઘણા ડોગમાં તેનું મોઢું આખુ કાળુ જોવા મળે છે.
ડચ શેફર્ડ વફાદાર, વિશ્ર્વાસુ, સતર્ક, સક્રિય બુઘ્ધીશાળીને આજ્ઞાપાલક હોય છે. તેને સોંપાયેલું કાર્ય સ્વતંત્ર રીતે પુરૂ કરે છે. આક્રમક સ્વભાવના હોય છે. ૨૦૦૮માં આના માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઇ હતી. રફ વાળ હોવાથી અઠવાડીયામાં એક વાર બ્રશ ફેરવવું જરુરી છે. વરસમાં બે વાર મરી ગયેલા વાળને હાથજી ફેરવીને કાઢવા પડે છે. ડચ પોલીસ ડોગ સ્કોડની સ્થાપના ૧૯૦૭માં કરવામાં આવી હતી. દર વર્ષે તેની જનજાગૃતિ માટે કાર્યક્રમ પણ યોજાય છે.
વૈશ્ર્વિકસ્તરે ડોગની વિવિધ બ્રીડનું રજીસ્ટ્રેશન કામ ચાલુ છે. જેમાં દુનિયામાં બધા દેશોના ડોગના વિકાસ માટે બ્રિડીંગ માટે પ્રજાતિ નવી કરવા વિવિધ કાર્યો થઇ રહ્યા છે, હાલ ૧૦૦ થી વધુ દેશો તેના સભ્યો છે. બધા દેશો પોતાની પે ડીગ્રી જાહેર કરે છે. અમેરિકામાં ડચ શેફર્ડ ૧૯૯૫માં નોંધ કરાય હતી. અમેરિકાના પ૦ થી વધુ રાજયોમાં રપ થી વધારે વિદેશી ડોગનું રજીસ્ટર કર્યુ. હમણાં સોશ્યલ મીડીયામાં ડોગના લોકોને બચાવતા હોય તેવા વિડીયો જોવા મળે છે તે આ બ્રિડ છે.
ડચ શેફર્ડ મૂળ રૂપથી જર્મન શેફર્ડ અને બેલ્જિીયમ શેફર્ડથી અલગ પડે છે. જેમાં તેના વાળ અને રંગ મહત્વના છે. બીજા વિશ્ર્વયુઘ્ધ પછી જર્મની લશ્કરમાં તેની વધુ સેવા લેવાઇ હતી. આ ડોગ શ્રેષ્ઠ પહેરદાર અને પરિવાર માટે વફાદાર હોય છે, માદા કરતા નર થોડા મોટા હોય છે. આ ડોગની બચાવ, શોધખોળ, ગાઇડ ડોગ ડયુટી, ફિલ્મ ટ્રેનીંગમાં ખુબ જ ચપળ હોય છે. વિશ્ર્વમાં અમેરિકામા ડચ શેફર્ડ રેસ્કયુ નામથી સંગઠન કાર્યરત છે. આ ડોગ ઉર્જાવાનને એથ્લેટીક જેવું કાર્ય કરતો હોવાથી સંતુલીત પોષ્ટિક ખોરાકની જરુર પડે છે. સુખા ભોજન આ બ્રિડ માટે શ્રેષ્ઠ હોય છે.
આજકાલ લોકો વિવિધ ડોગ પાળી રહ્યા ત્યારે આવા લાખેણા ડોગ પણ હવે લોકો પાળવા લાગ્યા છે. શેફર્ડ કુળના આલ્શેસિયન, જર્મન શેફર્ડબેલ્જિીયમ શેફર્ડ સાથે હવે લોકો ડચ શેફર્ડ પાળવા લાગ્યા છે. માનવ જાતનું સૌથી શ્રેષ્ઠ મિત્ર ડોગ છે. તે કયારેય માલિકને દગો નથી કરતું, પુરતી વફાદારી સાથે તેમનું રક્ષણ કરે છે.