સ્માર્ટ સિટીની ગુલબંગો વચ્ચે શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં પણ ઠાગાઠૈયા થતા હોવાનું જોવા મળે છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે ઠેક ઠેકાણે ડસ્ટબીન તો મૂકવામાં આવી પરંતુ ડસ્ટબીનની જાળવણી કરવામાં મહાપાલિકા તંત્ર ઉણુ ઉતર્યું છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે ડસ્ટબીનનું સ્ટેન્ડ તો છે પરંતુ તેમાં સ્ટેન્ડ નથી. કચરો ઠલવવા માટે લઈ જવામાં આવેલા ડસ્ટબીનને પાછુ તેની જગ્યાએ મૂકવામાં આવ્યું નથી. ડસ્ટબીનના અભાવે આસપાસનાં લોકોને કચરો જાહેરમાં ફેંકવાની ફરજ પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.