સ્વામિનારાયણ ગુ‚કુલના છાત્રો દિપક સોલંકી અને યશરાજ વ્યાસે શિક્ષક એચ.પી.ભુંડીયાના માર્ગદર્શન હેઠળ વિકસાવ્યુ સ્માર્ટ ડસ્ટબીન
‘કલીન ઈન્ડિયા હેલ્ધી ઈન્ડિયા’ના મિશન અંતર્ગત સમગ્ર ભારતમાં સફાઈને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમાં ઉપયોગી એવું નવીનતમ સંશોધન કરી સ્વામિનારાયણ ગુ‚કુલના વિદ્યાર્થીઓ દિપક સોલંકી અને વ્યાસ યશરાજે તેમના શિક્ષક એચ.પી.ભુંડીયાના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કરેલ છે. આ ડસ્ટબીન વિશે વિસ્તૃત માહિતી આપવા દિપક સોલંકી, યશરાજ વ્યાસ અને એચ.પી.ભુંડીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ ડસ્ટબીન સાથે નોડ એમ.સી.યુ. સર્કિટ જોડવામાં આવેલ છે. આ સર્કિટ સાથે લાઈટ સેન્સર જોડેલો હોય છે. કચરાપેટીમાં ઉપર આ સર્કિટ ગોઠવવાથી જયારે તે કચરાથી સંપૂર્ણ ભરાય જાય ત્યારે તે સિગ્નલ પાસ કરે છે અને ઈન્ટરનેટના માધ્યમથી કચરાના વ્યવસ્થાપન સાથે સંકળાયેલ કમ્પ્યુટર અથવા તો મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા જાણ થાય છે. જેથી કચરાપેટીને યોગ્ય સમયે પીકઅપ કરી કચરાના નિકાલનું વ્યવસ્થાપન કરી શકાય તેમજ આ કચરાપેટી પોતાના લોકેશન વિશેની પણ જાણકારી આપે છે. આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી શહેરમાં કચરો એકત્ર કરવા માટેના વ્યવસ્થાપનમાં વપરાતા નાણાં, સમય અને બળતણનો બચાવ કરી શકાશે.
આ માટે છેલ્લા છ મહિનાથી દિપક અને યશરાજ રાજકોટના વિવિધ સ્થળોએ રહેલી કચરાપેટી અને તેને પીકઅપ કરવા આવતી ટીપરવાનનો અભ્યાસ કરી રહ્યા છે જે મુજબ રાજકોટમાં અંદાજિત ૩૬૩ ટીપરગાડી છે અને એક ટીપર ગાડીનો દૈનિક ખર્ચ ‚ા.૧૫૦૦/- છે જે મુજબ હાલ રાજકોટને સ્વચ્છ રાખવા માટેનો દૈનિક ખર્ચ ૫,૪૪,૫૦૦/- ‚પિયા છે જો આ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો આ ખર્ચ ઘટી શકશે તેમજ સમયસર કચરાના નિકાલની વ્યવસ્થા થવાના કારણે તેના કારણે ફેલાતી ગંદકી અને રોગચાળામાં પણ ઘટાડો થશે. આ રીતે બીમારીઓ પણ ઓછી થઈ શકે. ગુ‚કુલના વિદ્યાર્થીઓના આવા સમાજ ઉપયોગી સંશોધન કરવા બદલ શાળાના આચાર્ય ચોવટીયા તેમજ સંચાલક પૂ.નિર્ગુણ સ્વામીએ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આ પ્રોજેકટને વધુ લોકભોગ્ય અને લોકોપયોગી બનાવવા માટે વિદ્યાર્થીઓ સતત પ્રયત્નશીલ છે.